અમદાવાદ-

કોરોના કાળમાં ધંધા વેપાર બંધ રહેવાને કારણે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા ત્યારે તેની અસર અત્યારે પણ જોવા મળી રહી છે. બે દિવસ પહેલા વિશાલા રાજયશ કોમ્પ્લેક્સમાં ગણીતના શિક્ષકે આત્મહત્યા કરી હતી. ત્યારે આજે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલ પાસેના એનિગ્મા ફ્લેટમાં એક યુવકે ઝંપલાવીને આપઘાત કર્યો હતો. હાલ પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ આર્થિક સંકળામણ હોવાનું સામે આવ્યું છે.

કોરોના કાળમાં ધંધા વેપાર બંધ રહેવાને કારણે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા ત્યારે તેની અસર અત્યારે પણ જોવા મળી રહી છે. બે દિવસ પહેલા વિશાલા રાજયશ કોમ્પ્લેક્સમાં ગણિતના શિક્ષકે આત્મહત્યા કરી હતી. તો બુધવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક ખાનગી કંપનીના ડિરેક્ટરે સાતમા માળ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. આપઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સરખેજ હાઇવે પર આવેલા સફલ પરિસરમાં ગ્રીન ગેઇન સોલાર સોલ્યુશન નામની કંપનીના ડિરેકટર અંકિત ટાંકે થલતેજમાં કેમ્બે હોટેલ પાસે આવેલા એનિગ્મા ફ્લેટમાં સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.