અમદાવાદ: ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું રેકેટ ઝડપાયું, 2 શખ્સોની ધરપકડ
25, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા બે શખ્સોની ધરપકડ કરી ડુપ્લીકેટ લાઇસન્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે 19 ડ્રાઇવિંગ લાયસન્સ પણ કબ્જે કર્યા છે. સાથો સાથ 5 આધાર કાર્ડ, પાનકાર્ડ 3 અને બનાવટી લાયસન્સ બનાવવા માટે વપરાતા ચિપ વાળા કાર્ડ અને ચિપ વગરના 20 કાર્ડ પણ કબ્જે કર્યા છે.

એટલું જ નહીં પોલીસે આરોપીઓના ઘરે સર્ચ કરતા પ્લાસ્ટિક કવર સાથે 85 વ્યક્તિઓના પાસપોર્ટ ફોટો પણ મળી આવ્યા છે. હાલ પોલીસ તપાસમાં સામે આવ્યુ કે અત્યાર સુધીમાં 39 જેટલા લોકો આ બન્ને શખ્સોને બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપ્યા હતા. મહત્વનું છે કે ટુ વહીલર લાયસન્સ બનાવવા માટે આરોપીઓ 2500 રૂપિયા અને LMV કારના ડુપ્લીકેટ લાયસન્સ બનાવવા માટે 5 હજારથી રૂપિયા પડાવતા.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી આધારે પહેલા અફસરુલ શેખને બનાવટી લાયસન્સ સાથે પકડવામાં આવ્યો. ત્યારબાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મારુફમુલ્લા આ દ્રાઇવિંગ લાઇસન્સ 6 હજારમાં બનાવી આપેલું. જોકે પોલીસે સર્ચ કરતા ઘરમાંથી બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો સામાન મળી આવતા મુદ્દામાલ કબ્જે કર્યા. હવે પોલીસે એ દિશામાં તપાસ કરી રહી છે આ જ રીતે અન્ય કેટલા લોકોને બનાવટી દ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપ્યા છે? અને આધારકાર્ડ કે પાનકાર્ડનો દુરઉપયોગ ક્યાં ક્યાં કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution