અમદાવાદ: મણિનગરના લક્ષ્મી ભવન બંગલામાં જુગાર રમતી આઠ મહિલા ઝડપાઈ
28, જાન્યુઆરી 2021

અમદાવાદ-

કહેવાય છેને કે 'શોખ બડી ચીઝ હૈ' કેટલાક શોખીન લોકો શોખ પૂરો કરવા માટે કંઈપણ કરતા હોય છે. આવો એક કિસ્સો શહેરના મણિનગર વિસ્તારમાં જાેવા મળ્યો છે. જ્યાં આધેડ મહિલાઓને જુગાર રમવાનો ચસ્કો જાગ્યો. જાેકે, તેઓની મજામાં પોલીસે આવીને ભંગ પાડ્યો હતો. મણિનગર વિસ્તારમાં આવેલ ગોપાલ ટાવરની પાછળના લક્ષ્મી ભવન બંગલામાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી આઠ મહિલાની રોકડ-મોબાઈલ મળી રૂ.૭૨,૩૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. મણિનગર પોલીસને બાતમી મળી હતી કે, ગણેશ ગલી ગોપાલ ટાવરની પાછળ આવેલા લક્ષ્મી ભવન બંગલામાં કેટલીક મહિલાઓ જુગાર રમી રહી છે. બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી જઈ તપાસ કરી તો બંગલાના પહેલા માળે દરવાજાે બંધ હતો. દરવાજાે ખખડાવતાં એક મહિલાએ ખોલ્યો હતો. પોલીસે ઓળખ આપી દરોડો પાડતાં બેડરૂમમાં ૫૦થી ૭૦ વર્ષની મહિલાઓ પૈસા-પાનાંથી હાર-જીતનો જુગાર રમતી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution