અમદાવાદ-

ગુજરાતની જેલોમાં હવે વ્યંઢળોને પુરુષ કેદી તરીકે ગણવામાં આવશે. જો કે તેમને વ્યંઢળ તરીકે ખાસ સવલતો આપવામાં આવશે પરંતુ જેલની કેદીઓની યાદીમાં તેમનું નામ પુરુષ કેદી તરીકે નોંધવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ આદેશ અપાયા બાદ તેનો અમલ કરવા ગુજરાતે નિર્ણય લીધો છે. રાજ્યના એડીશનલ ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ કે.એન.એલ. રાવે જણાવ્યું હતું કે જો કે જેલમાં રહેલા વ્યંઢળોને પુરુષ કેદીઓ કરતા અલગ સેલમાં રાખવામાં આવશે અને તેમને જે કાંઇ ખાસ સુવિધાની જરુર હોય તે પૂરી પાડવામાં આવશે પરંતુ જેલમાં કેદીઓના વર્ગીકરણમાં વ્યંઢળની કોઇ કોલમ નથી કે ત્રીજી જાતિ તરીકે ઓળખવાની ખાસ જોગવાઈ નથી તેથી તેમને પુરુષ કેદી તરીકે ગણવામાં આવશે. ગુજરાતની જેલમાં હાલ 15 જેટલા વ્યંઢળ કેદીઓ છે.