અમદાવાદ-

અમદાવાદના થયેલા અગ્રિકાંડમાં 12 લોકોએ જીવ ગુમાવ્યાં છે જ્યારે અન્ય 10 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પરિવારજનોએ જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. પરિવારજનોમાં એક તરફ આક્રંદ બીજી તરફ રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના પીરાણા કાપડ ગોડાઉનમાં આગની ઘટનામાં 12 લોકોના મૃત્યું થયા હતા. જેમાં 5 મહિલા અને 7 પુરૂષોના દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. જો કે ગઇકાલે મોડી સાંજે શહેરના મેયરે LG હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

અમદાવાદના પીરાણા સ્થિત આવેલ ગોડાઉનમાં થયેલી આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ ગઇકાલે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી હતી. રૂપાણી સરકારે તપાસના આપ્યા આદેશ કર્યા છે. આ સાથે જ આ બનાવને લઇને મુખ્યમંત્રીએ તપાસ માટે તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓ એવા શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમારને આગ દુર્ઘટનાની તપાસ સોંપી છે. અમદાવાદમાં ગઇકાલે કાપડાના ગોડાઉમાં લાગેલ આગમાં 12 લોકોના મૃત્યું થયા હતા. જ્યારે અનેય 10 લોકો LG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે એક મળતા અહેવાલ મુજબ સારવાર હેઠળ રહેલા 10 લોકોની હાલત ગંભીર છે. જો કે બીજી તરફ 12 લોકોના મૃતદેહો આજે પરિવારને સોંપવામાં આવશે.