અમદાવાદ: નારણપુરા વિસ્તારમાં લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
03, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

શહેરમાં વધુ એક આગનો બનાવ બન્યો હતો. જેમાં શહેરના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેટ્યૂ નજીક આવેલ કોમ્પલેક્સની એક દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગનો બનાવ બનતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં જ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં આગના બનાવો વારંવાર બનતા રહે છે અને એમાં જાનહાનિનો પ્રશ્ર સવાલ ઊભો થાય છે. ત્યારે આજે લાગેલી આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેચ્યુ સામે આવેલ કોમ્પલેક્સ સ્થિત મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ પણ મેળવી લીધો હતો અને કોમ્પલેક્ષના ઉપરના ભાગે રહેણાંક વિસ્તાર હોય ત્યાં હાજર 8 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution