અમદાવાદ: વર્ક પરમિટ વિઝા આપવાના બહાને 5 લાખની છેતરપીંડી
27, જુન 2020

અમદાવાદ,

આજકાલ વિદેશોમાં જવાનો લોકોને જબરો ચસકોલાગ્યો છે, ત્યારે ઘણી વખત લોકો સાથે મોટી છેતરપિંડી થતી હોય છે. ત્યારે હાલ અમદાવાદમાં એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં વિઝાના બહાને ૫ લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. વિઝા અને વર્ક પરમિટ આપવાના બહાને છેતરપિંડી કરાઈ છે, જેમાં વિદેશ મોકલવા માટે રૂપિયા ૧૫ લાખ નક્કી કરી ૫ લાખ પડાવ્યા છે. જેનો આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એક બંટી બબલીએ ભેગા મળીને એક યુવકને આઈઈએલટીએસ આપ્યા વગર વિદેશ મોકલી વર્ક પરમીટ અને પીઆર અપાવાવની લાલચ આપી પાંચ લાખ પડાવી લીધા હતા,

પરંતપ યુવક સજાગ થઈ ગયો અને તે આ આખી ગેમને સમજી ગયો હતો અને તાત્કાલિક પ્રોસેસ રોકાવતા ૧૦ લાખ રૂપિયા બચી ગયા હતા. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સેટેલાઈટમાં રહેતા ચંદ્રિકા બહેન તેમના પુત્ર દર્શીત સાથે રહે છે અને મોટો પુત્ર અપૂર્વ અનેક વર્ષોથી કેનેડા ખાતે રહે છે. દર્શીતભાઈ સમાજની એક મિટિંગમાં ગયા હતા. ત્યાં તેમનો ભેટો પૂજા રાવલ નામની યુવતી સાથે થયો હતો. પૂજાએ દર્શીતભાઈને જણાવ્યું હતું કે તેઓ તેમના ભાગીદાર ધીરેન ગોર સાથે મળીને આનંદનગર રોડ પર ટાઇટેનિયમ સીટી સેન્ટરમાં એચ.વી. ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવી લોકોને કેનેડા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ મોકલે છે. દર્શીતભાઈનો ભાઈ અપૂર્વ પણ વિદેશ હોવાથી તેઓએ થોડી વાતચીત શરૂ કરી હતી.

તેમણે જણાવ્યું કે, તેઓને બહુ અંગ્રેજી આવડતું નથી તો આઈઈએલટીએસ વગર વિદેશ જઈને પીઆર અને વર્ક પરમીટ મેળવી શકશે? જેથી આ પૂજાએ તેમને હા પાડી તેનો ૧૫ લાખ ખર્ચ બતાવ્યો હતો. પાંચ લાખનો પહેલો હપ્તો બાદમાં વર્ક પરમીટ આવે ત્યારે પાંચ લાખ અને બાદમાં ટિકિટ વિઝા આવે એટલે પાંચ લાખ એમ વાત કરી હતી. બાદમાં આ મિટિંગો પણ પુજાની ઓફિસે થતી રહેતી હતી. બાદમાં એક દિવસ પૂજા દર્શીતભાઈના ઘરે પેમેન્ટ લેવા ગઈ હતી. ત્યાં પેમેન્ટ મળ્યા બાદ દર્શીત ભાઈ તેમની ફાઇલનું સતત અપડેટ લેતા હતા. પણ તેમને કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution