અમદાવાદ: GTU ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનારી દેશની પ્રથમ ટેક્નોલોજી યુનિવર્સિટી
25, ઓક્ટોબર 2021

અમદાવાદ-

ગુજરાત માઉન્ટેડ પોલીસ શાહીબાગ સ્થિત ઘોડાકેમ્પ ખાતે ઘોડેસવારીનો કોર્સ ચલાવે છે. જેમાં સરકારી કર્મચારી, વિદ્યાર્થી અને સામાન્ય નાગરિકોને ત્રણ મહિના માટે ઘોડેસવારીની ટ્રેનિંગ અપાય છે. શાહીબાગ ઘોડા કેમ્પના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ત્રણ મહિનાના કોર્સ માટે વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ માટેની ફી રૂ.૨૨૫૦ છે જયારે સામાન્ય નાગરિક પણ આ ઘોડેસવારીનો લાભ લઈ શકે તે માટે તેમને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેની ત્રણ મહિનાની ફી રૂ.૪૫૦૦ છે. પ્રોફેશનલ ટ્રેનર્સનું કામ હોર્સને રાઈડિંગ માટે તૈયાર કરવાનું તેમજ હોર્સને શેડલ્સ અને બ્રિડલ્સ પહેરાવવાનું હોય છે. સામાન્ય રીતે આ ટ્રેનર્સ મહિને ૨૫થી૩૦ હજાર ચાર્જ કરતા હોય છે. જેમાં સ્કૂલ ટ્રેનર્સ મહિને ૨૦ હજાર, પ્રોફેશનલ ટ્રેનર્સ ૪-૫ દિવસના ૨૫ હજાર, સ્પેશિયલ ટ્રેનિંગ માટે રેસ કોર્સ ટ્રેનર હોય છે જેઓ ૫૦-૬૦ હજાર ચાર્જ કરે છે.

જીટીયુએ ડિસેમ્બરથી ઘોડેસવારીનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. એક મહિનાના કોર્સની ફી રૂ.૭૦૦૦ જ્યારે ત્રણ મહિનાના કોર્સની ફી રૂ.૨૦ હજાર રહેશે. આ પ્રકારનો કોર્સ શરૂ કરનારી જીટીયુ દેશની પ્રથમ ટેકનોલોજિકલ યુનિવર્સિટી છે. ‘અપના પ્રદેશ, અપના ખેલ’ હેઠળ લુપ્ત થતી કળા જાળવવા આ કોર્સ શરૂ કરાશે. કોર્સ કો-ઓર્ડિનેટર આકાશ ગોહિલે માહિતી આપી કે, એક મહિનાના કોર્સમાં ૩૦ કલાક ઓનલાઈન શિક્ષણ અને ૩૦ કલાક પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે. જ્યારે ત્રણ મહિનાના કોર્સમાં આ રેશિયો ૫૦-૫૦ ટકા રહેશે. જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું કે, બંને કોર્સમાં ઘોડેસવારીને લગતા તમામ પાસાં આવરી લેવાશે. જીટીયુના કન્ટીન્યુઈંગ એજ્યુકેશન સેન્ટર અને એક્વેસ્ટેરીયન સ્પોર્ટસ એસોસિએશના સંકલનથી આ કોર્સ ડિઝાઈન થશે.

સીઈસીના સેન્ટર ડાયરેક્ટર ડો. મહેશ પંચાલે જણાવ્યું છે કે, ‘એક્વેસ્ટેરિયન સ્પોર્ટસ એસોસિએશનના પ્રમુખ સંજય બારોટ તરફથી પ્રારંભિક તબક્કે પાંચથી દસ ઘોડા એલોટ કરાશે. તેમના ગાંધીનગર-કલોલ પાસે આવેલ સ્ટડ ફાર્મમાં આશરે ૬૦થી વધુ વિવિધ નસલના ઘોડા છે. આ ઉપરાંત અશ્વારોહણના સઘન પ્રશિક્ષણ માટે આવશ્યકતા મુજબ મેલ-ફીમેલ નિષ્ણાત માર્ગદર્શકોની ફાળ?વણી કરાશે. ડિસેમ્બરમાં શરૂ થનાર આ કોર્સ અંતર્ગત દિવાળી પછીથી પ્રવેશ કાર્યવાહી માટેની જાહેરાત કરવામાં આવશે. જીટીયુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શૈક્ષણિક-વહીવટી કર્મચારીઓ, સાહસિકતા પ્રિયલોકોને અશ્વારોહણને લગતી બાબતોનું બેઝિક અને એડવાન્સ માર્ગદર્શન મળી રહે તે માટે આ કો


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution