અમદાવાદ-

કોરોનાકાળ વચ્ચે અમદાવાદમાં 4 બાળકોની માતા સાથે દુષ્કર્મ આચરાયું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આરોપી નરાધમોએ દારૂ પીને 4 બાળકોની માતા સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે.પ્રાપ્ત મળતી વિગત અનુસાર શહેરના સરદારનગરમાં એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની વિગત સામે આવી છે. 4 શખ્સો દ્વારા યુવતીને રુમમાં ગોંધી રાખવામાં આવી હોવાની વિગત સામે આવી છે.આ વિશે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદના આધારે 4 યુવકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના રહેતી ચાર બાળકોની માતાને એક રિક્ષા ચાલક સાથે સંબંધ હતો. ત્યારબાદ રીક્ષા ચાલક પોતાના અન્ય મિત્રોને લઈને આ મહિલા પાસે આવ્યો હતો. ગઈકાલે રીક્ષા ચાલક અને તેમના મિત્રોએ દારૂ પીધા બાદ મહિલા સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ વિશે સરદારનગર પોલીસ સ્ટેશને મહિલાએ રેપની ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી 4 યુવકોની અટકાયત કરી હતી.