અમદાવાદ-

કોરોન વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, તેની સાથે સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ દિવસેને દિવસે વધારો થતો જાેવા મળી રહ્યો છે. વધતા કેસોને ધ્યાને રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક બનેલી નવી કિડની હોસ્પિટલમાં ૪૦૦ બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર બનાવવાની તૈયારી રાજ્ય સરકારે કરી છે. દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય મંત્રી નીતિન પટેલે નવી કિડની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. આગામી ૩૦ નવેમ્બરથી કોવિડ સેન્ટર શરૂ થઇ શકે અને દર્દીઓને ખેડી શકાય તે માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે.

સિવિલ હોસ્પિટલ નજીક આવેલી મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ આંખની નવી હોસ્પિટલ તૈયાર થતા તેનું ઉદ્ધાટન ગતવર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. હવે ૫૦૦ કરોડના ખર્ચે નવી ૧૦ માળની હોસ્પિટલ તૈયાર થઇ રહી છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે ૫૦૦ કરતા વધારે કિડનીઓના ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં થાય છે. હાલ નવું ૧૦ માળનું બિલ્ડિંગ ૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થયું છે, જે કિડની હોસ્પિટલને સોંપવામાં આવનાર છે.

આગામી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લોકાર્પણ થવાનું છે. હાલ કોરોનાને કારણે ૈંઝ્રેં, ઓક્સિજનબેડની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. દિવાળી બાદ કેસ વધ્યા છે. જેથી સારવાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોર કમિટીએ આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાય તેવું નક્કી કર્યું છે. જરૂર પડ્યે ત્રણેય માળમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવશે.