અમદાવાદ: મેયર બિજલ પટેલ ટ્રોલ થયા, લખ્યું- ‘કોમન સેન્સ લઈ આવો બેન તમે’
26, નવેમ્બર 2020

અમદાવાદ-

અમદાવાદના મેયર બિજલ પટેલ અવારનવાર કોઈ વિવાદમાં ચર્ચામાં આવતાં જ રહે છે. નારોલ અગ્નિકાંડની ઘટનાને સામાન્ય ગણાવતાં લોકોએ તેમની ઝાટકણી કાઢી હતી. અને હવે ફરી એકવાર અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્‌વીટર પર ગંદી રીતે ટ્રોલ થયા છે. ચાર નવી શબવાહિની ખરીદી હોવાની ટ્‌વીટ કરતાં લોકોએ મેયરની ઝાટકણી કાઢી હતી. જેમાં એકે તો ત્યાં સુધી લખી દીધું હતું કે,

કોમન સેન્સ લઈ આવો બેન તમે ક્યાંથી ક્યાંયથી મળતી હોય તોપઅમદાવાદના મેયર બિજલ પટેલ ટ્‌વીટ કરીને શહેરીજનોને જાણકારી આપતાં લખ્યું કે, અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા મારા બજેટમાંથી નવી ખરીદવામાં આવેલ ૪ શબ વાહિની આજથી કાયાર્ન્વિત કરવામાં આવી છે, શહેરીજનોને ઝડપથી આ સેવા મળી શકે તે હેતુથી આ ર્નિણય કરવામાં આવ્યો છે. બસ પછી તો શું હતું, લોકોને મેયર બિજલ પટેલની આ વાત પસંદ આવી ન હતી. અને તેઓએ બિજલ પટેલને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution