અમદાવાદ: સેન્ટ્રલ જેલમાંથી ફરી એક વખત મળ્યો મોબાઈલ
17, ઓક્ટોબર 2020

અમદાવાદ-

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અવારનવાર મોબાઈલ મળવાની ઘટના સામે આવે છે. તેવામાં ફરી એક વખત સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટી વિભાગવાળી ખોલીમાંથી એક મોબાઈલ મળવાની ઘટના સામે આવી છે. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેલમાં કેદીઓ પોલીસની આંખમાં ધૂળ નાખીને મોબાઈલ સાથે ઝડપાય છે. અવારનવાર મોબાઈલ મળી આવવાથી પોલીસને પણ કંઈ સમજાતું ન હોય તેવું લાગી રહ્યું છે.

જેલના સ્કોડ દ્વારા જેલમાં ચકાસણી કરવામાં આવી હતી. તે દરમિયાન જેલ વિભાગ-1ના હાઈસિક્યોરિટી વિભાગમાંથી ખોલી નંબર- 707ની જમણી બાજુની દિવાલ પરના પ્લાય અને પતરાંની વચ્ચેથી 1 મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોબાઈલ મળતા જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેલના હાઈસિક્યુરિટી વિભાગમાંથી ફોન મળી આવતા જેલ તંત્ર પર જ અનેક સવાલ ઊઠી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution