અમદાવાદ, અમદાવાદ નરોડાના ધારાસભ્ય બલરામ થવાની અનેક વખત નાના- મોટા વિવાદમાં રહેતા હોય છે, ત્યારે ફરી એકવાર ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે. બલરામ થવાનીની એક વાતચીતની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે.જેમાં ધારાસભ્ય અને નરોડાના રહીશ વચ્ચેની વાઇરલ ઓડિયો ક્લિપમાં રહીશ ખાડા વિશે અને પોતાને સોશિયલ મીડિયામાં ફરિયાદ કરતા બ્લોક કર્યો હોવાની વાત કરે છે. ત્યારે ધારાસભ્ય બલરામ થાવાણી ચાર કોર્પોરેટર છે તેમને ફરિયાદ કરો તેવું જણાવ્યું હતું અને સોશિયલ મીડિયામાં થોડી જાેવું છું. વોટ્‌સએપમાં તો હજારો મેસેજ આવે થોડી હું જાેવું છું. હું જનતાનો ગુલામ નથી એમ કહી વાત કરે છે.એવી એક ઓડિયો ક્લિપ વાયરલ થતા એક વખત ધારાસભ્ય ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે

ઓડિયો ક્લિપમાં નારોડાનો એક વ્યક્તિ ફરિયાદ કરે છે વાઇરલ થયેલી ઓડિયો ક્લિપમાં જીગર મહારાજ નામનો વ્યક્તિ બલરામ થાવાણીને ફોન કરી અને કહે છે. હું નરોડાનો વ્યક્તિ બોલું છું. તમારા ફેસબુક પેજ પર મેં લાઈક અને કોમેન્ટ કરી તો તમે મને કેમ બ્લોક કરી દો છો. અમે ફેસબુક પેજ પર સવાલ પણ નરોડાની જનતા તરીકે ન કરી શકીએ કે કેટલીવાર તમે નરોડામાં આવ્યા છો? . બલરામ થાવાણી કહે છે કે એ મારું કામ નથી. મને ખબર જ નથી. જીગર મહારાજ નામની વ્યક્તિ કહે છે કે તમે કેટલી વાર નરોડામાં આવ્યા. આ તમે ક્યાંય દેખાયા જ્યારે જરૂર હતી ત્યારે બલરામ થાવાણીએ કહ્યું હતું કે, કોર્પોરેટર મરી ગયા છે? ચાર ચાર કોર્પોરેટર છે તેમને ફરિયાદ કરો. નરોડાના ચારેય કાઉન્સિલરો ન સાંભળતા હોવાનું અને કામ ન કરતા હોવાનું તેમજ ફરિયાદ કરી હોવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, કાઉન્સિલરો કામ તો કરે જ છે ને? ક્યારે ફરિયાદ કરી હતી? ક્યાં કાઉન્સિલરને ફરિયાદ કરી હતી? નામ આપોને વગેરે સવાલો કરવા લાગ્યા હતા. હું સવારે બેસણામાં આવું છું તમને બોલાવીશ જીગર મહારાજ મળ્યા હતા કે નહીં પૂછી લેજાે ત્યારે બલરામ થાવાણીએ કહ્યું હતું કે, કાલે સવારે હું આવીશ ત્યારે પૂછીશ કે આવ્યો હતો ફોન. પેજ પર બ્લોક કરવાની વાત કરી કહ્યું હતું કે, તમે ધારાસભ્ય છો કે કોણ છો? ત્યારે તેમણે કહ્યું હતું કે “ અરે ભાઈ એક વાત સમજાે તમે કઈ મારા માલિક નથી, જનતાના પ્રતિનિધિ છીએ ફોન પર વાત કરો, ફોન ઉપર ફરિયાદ કરોને. જનતાનો સેવક છું પણ જનતાનો ગુલામ પણ નથી. કામ ન થાય તો મને કહો” આવતીકાલે સવારે બેસણામાં આવું છું તમને બોલાવીશ અને ચાર ચાર કાઉન્સિલરો છે તેમને કહો” સોશિયલ મીડિયામાં ફોટા મોકલવા, બ્લોક કરવા બાબતે અને જાેવા બાબતે જ્યારે કહ્યું ત્યારે બલરામ થાવાણીએ કહ્યું હતું કે, “અરે હું સોશિયલ મીડિયા નથી. સંભાળતો મારો એક કાર્યકર્તા છોકરો સંભાળે છે અને સોસીયલ મીડિયા જાેવું જરૂરી નથી. દિવસમાં હજારો મેસેજ વોટ્‌સઅપ પર આવતાં હોય છે વધુમાં બલરામ થાવણીએ કહ્યું હતું કે, સીમામાં અને મર્યાદામાં રહેવાનું ચાર ચાર કાઉન્સિલરો છે, બે મહામંત્રી, પ્રમુખ અને આખી બોડી છે.