અમદાવાદ,

હવે સામાન્ય તથા મધ્યમ બ્લાઇન્ડ લોકોને માટે પણ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકાશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે શુક્રવારે આ વિશે મોટર વાહન નિયમોમાં સંશોધન માટે જરૂરી સૂચના જાહેર કરી છે.મંત્રાલયે કહ્યું કે દુનિયાના અન્ય ભાગમાં પણ તેની પરમિશન આપવામાં આવશે. મંત્રાલયે આ નિવેદનમાં કÌšં છે કે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમ ૧૯૮૯ના ફોર્મ-૧ અને ફોર્મ-૧એમાં સંશોધનને માટે અધિસૂચના જાહેર કરી છે.

તેનાથી સામાન્ય અને મધ્યમ બ્લાઈન્ડ નાગરિક ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકાય છે. મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે કે કલર બ્લાઈન્ડ નાગરિકોને ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કર્યું નથી જે હવે કરાશે. આ વિશે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સંસ્થાઓએ સલાહ માંગી છે. તેમની લાગવગના આધારે સામાન્ય અને મધ્યમ બ્લાઈન્ડ લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરવાની પરમિશન આપી છે. ગંભીર બ્લાઈન્ડ નાગરિકો માટે આ નિયમ લાગૂ પડતો નથી.