અમદાવાદ ગુજરાતના સૌથી મોટા અમદાવાદ રેલવે સ્ટેશનની હવે કાયાપલટ થવા જઈ રહી છે. આ રેલવે સ્ટેશન પર મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે. કાલુપુરમાં આવેલું અમદાવાદ રેલ્વે સ્ટેશન આખરે ભારતીય રેલવે, બુલેટ ટ્રેન અને મેટ્રોને સેવા આપતું એક સંકલિત સ્ટેશન બનાવવા માટે એક મુખ્ય ફેસલિફ્ટ મેળવવા માટે તૈયાર છે. આ રેલવે સ્ટેશનનું રિડેવલોપેન્ટ થશે અને તેમાં ત્રણેય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરની થીમ આધારિત આ નવું રેલ્વે સ્ટેશન ૨૦૨૭ સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના બે સ્મારકો ઝૂલતા મિનારા અને બ્રિક મિનારા જે સ્ટેશન પરિસરમાં સ્થિત છે, તે નવા સંકુલનો ભાગ બની રહેશે અને તેમની જાળવણી કરવામાં આવશે. અમદાવાદ રેલવે સ્ટેશનમાં પેસેન્જર્સ માટે અન્ય ઘણા મનોરંજન રાખવામાં આવશે. રેલવે સ્ટેશન પર એક એમ્પિથીયેટર પણ બનાવવાની યોજના છે જે અડાલજની વાવ પર આવેલું છે તેવું જ હશે. રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશન પર પેસેન્જર સુવિધાઓ સાથે એક જ જગ્યાએ ટ્રેકની ઉપર એક વિશાળ છતનો પ્લાઝા મળશે, જેમાં સ્ટોર્સ, કાફેટેરિયા અને મનોરંજન માટેની જગ્યાનો સમાવેશ થાય છે. સ્ટેશન બિલ્ડીંગ ટ્રેકની બંને બાજુએ પહોંચશે. પર્યાપ્ત પાર્કિંગ સુવિધા સાથે ટ્રાફિકની સુચારૂ ગતિવિધિ માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હવે એક જ સ્ટેશન પર રેલવે, મેટ્રો અને બુલેટ ટ્રેન માટેની સુવિધા હોય ત્યારે પેસેન્જર્સને કોઈ મૂંઝવણ ન થાય અને તેઓ સરળતાથી પોતાને જેમાં મુસાફરી કરવી હોય તે માટે જઈ શકે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ માટે અલગ સુવિધા કરવામાં આવશે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાલુપુર બાજુથી પ્રવેશ ભારતીય રેલવે અને મ્ઇ્‌જી માટે હશે. તેને મેટ્રો અને બુલેટ ટ્રેન સ્ટેશનો સાથે વોકવે દ્વારા જાેડવામાં આવશે. સરસપુર બાજુનો ગેટ બુલેટ ટ્રેન અને મેટ્રો સ્ટેશન સુધી સીધો પ્રવેશ ઉપલબ્ધ કરાવશે. હવે બધી જ સુવિધાએ એક જ જગ્યાએ હોવાથી ભીડ પણ વધશે. તેથી ભીડ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે અને આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભીડને ટાળવા માટે અલગ-અલગ એન્ટ્રી અને એક્ઝિટ હશે. આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ દિનેશચંદ્ર આર અગ્રવાલ ઈન્ફ્રાકોન અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનનું જાેઈન્ટ વેન્ચર છે. રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી  એ જુલાઈમાં ૨,૫૬૩ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યા બાદ નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પ્રાપ્ત બિડ આ મહિનાની શરૂઆતમાં ખોલવામાં આવી હતી અને તેમાંથી સૌથી ઓછી ૫,૫૦૦ કરોડ રૂપિયાથી વધુ હતી, જેના કારણે ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. જાેકે, કંપનીઓ માટેનો અવકાશ વધારવા માટે જાેઈન્ટ વેન્ચર પાસેથી દરખાસ્તો મંગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો જેમાં તેમના બે ગુણવત્તાયુક્ત પ્રોજેક્ટ્‌સનું પ્રદર્શન કરવું જરૂરી હતું. અગાઉના ટેન્ડરમાં એક જ બિડિંગ એન્ટિટીએ ત્રણ પ્રોજેક્ટ્‌સ દર્શાવવાના હતા. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, “બહુવિધ કંપનીઓએ બિડમાં ભાગ લીધો હતો અને બિડ ૨,૩૮૩ કરોડ રૂપિયા હતી. રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અમૃત ભારત સ્ટેશન યોજનાનો એક ભાગ છે અને પ્રોજેક્ટમાં એક હોટલ સહિત ૧૬ ઈમારતો જાેવા મળશે. મુસાફરોને એરપોર્ટ જેવી જ સુવિધાઓ મળશે.