26, ઓક્ટોબર 2021
અમદાવાદ-
CNGના ભાવમાં થયેલા તોતિંગ વધારાના પગલે અમદાવાદ શહેરના રિક્ષાચાલકો ભાડા વધારાની માગ કરી રહ્યાં હતા. CNG ભાવ વધારા મુદ્દે રિક્ષાચાલકો હવે ઉગ્ર બન્યા છે. CNG ભાવ વધારા અંગે રિક્ષા ચાલક એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી. જેમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. નિર્ણય અનુસાર 30 ઓક્ટોબરે થશે રાજ્ય વ્યાપી રિક્ષા ચાલકોની મિટિંગ થશે. જેમાં મિટિંગમાં હડતાળ પાડવા અંગે ચર્ચા થશે. રાજયવ્યાપી બેઠક અમદાવાદ ખાતે બોલાવવામાં આવશે. દિવાળી બાદ રાજ્ય વ્યાપી હડતાળ પાડવાનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે.
સીએનજી ભાવ વધારો અને ભાડું નહીં વધતા પડેલી હાલાકી અંગે અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય નહીં આવતા હડતાળનો રસ્તો અપનાવવા રિક્ષાચાલકો જઈ રહ્યા છે. 30 ઓક્ટોબરે હડતાળની તારીખ જાહેર કરવામાં આવશે. હડતાળ પડતા અમદાવાદમાં 2 લાખ ઉપર રિક્ષાઓ બંધ રહેશે. કોરોના બાદ દિવાળી તહેવારમાં થોડી કમાણી કરવાનો સમય હોવાથી દિવાળી બાદ હડતાળ પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.