અમદાવાદ: ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને લખવાની પ્રેક્ટિસ છુટી
23, ઓક્ટોબર 2021

અમદાવાદ-

ઓનલાઇન શિક્ષણના પરિણામ હવે સ્કૂલોની ઓફલાઇન લેવાઇ રહેલી પરીક્ષામાં જાેવા મળી રહ્યા છે. પંચામૃત સ્કૂલના સંચાલક ચેતન વાટોલિયાના મતે, હાલમાં ચાલી રહેલા પરીક્ષામાં ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ત્રણ કલાક, જ્યારે કે ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બે કલાકનો રખાયો છે, પરંતુ પેપર દરમિયાન બોર્ડના વિદ્યાર્થીઓ ત્રણ કલાક સતત બેસી શકતા નથી. ચાલી રહેલી પરીક્ષામાં ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રાઇવેટ સ્કૂલોમાં ૮૦ ટકા સરેરાશ હાજરી છે,

સરકારી સ્કૂલોમાં ૭૧ ટકા સરેરાશ હાજરી જાેવા મળી રહી છે. જ્યારે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૭૬ ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન હાજર રહ્યાં છે. સરકારી સ્કૂલોમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો છે. સ્કૂલ સંચાલકોના મતે ઓનલાઇન એજ્યુકેશનને કારણે લખવાની ટેવ ઓછી હોવાથી વિદ્યાર્થીઓના અક્ષરો પણ ખરાબ થયા છે.બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને લખવાની ટેવ ઓછી થવાને પરિણામે હાલમાં ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના પેપર પૂરા થઇ શકતા નથી. તજજ્ઞોના મતે, બોર્ડમાં સારું પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે લખવાની ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. જાે વિદ્યાર્થીઓ લખવાની પ્રેક્ટિસ નહીં કરે તો બોર્ડની પરીક્ષામાં પેપર છૂટી જશે અને પરિણામ ઓછું આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution