અમદાવાદ-

છેલ્લા કેટલાક સમય થી બનાવટી પોલીસ બની ને તોડ પાણી કરતા લોકો નો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિવસે ને દિવસે પોલીસ ની ઓળખ આપીને રૂપિયા પડાવ્યા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરના વાડજ વિસ્તાર માં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં બે લબર મૂછીયાઓ એ સસ્તા અનાજ ની દુકાન માંથી અનાજ ભરી ને નીકળેલા પિક અપ વાન ચાલક ને રોકી તેને ક્રાઇમ બ્રાન્ચ ની ઓળખ આપી ને રૂપિયા ૫ લાખની માંગણી કરી. મેઘાણીનગર વિસ્તારમાં રહેતા રોશન તૈલી એ વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે તે સવારે તે તાવડીપુરામાં આવેલ આકાશ ટ્રેડિંગના ગોડાઉન માંથી ૪૮ કટ્ટા ઘઉં અને ૫૨ કટ્ટા ચોખા ભરી ને ચાંગોદર જઈ રહ્યા હતા.

તે દરમિયાન વાડજ સર્કલ પાસે બે યુવકો એ ફરિયાદી ને અટકાવ્યા હતા. અને તેમના શેઠ ને બોલાવવા માટે કહ્યું હતું. જાે કે શેઠ ઘટના સ્થળે આવી પહોંચ્યા બંને યુવકોએ પોતે ક્રાઇમ બ્રાન્ચ માંથી આવતા હોવાની ઓળખ આપીને આ ગાડીમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગેરકાયદે અનાજ ભરેલ હોવાનુ કહીને રૂપિયા ૫ લાખની માંગણી કરી હતી. આ બંને લબર મૂછીયાઓ એ લગભગ બે થી અઢી કલાક ગાડી ઊભી રાખતા અંતે ફરિયાદના શેઠએ પોલીસ ને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું હતું કે આ બંને આરોપી ઓ અભયસિંહ ચૌહાણ અને સિધ્ધાંત અધારા બનાવટી પોલીસ બનીને રૂપિયા ની માંગણી કરી રહ્યા છે. હાલ માં પોલીસ એ આ બંને આરોપી ઓની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી ને વધુ તપાસ શરૂ કરી છે.