અમદાવાદઃ ફાયર ઓડિટ કમિટીએ 1200 બેડની સિવિલ હોસ્પિટલની સમીક્ષા કરી
06, ડિસેમ્બર 2020 297   |  

અમદાવાદ-

ગુજરાત સરકાર દ્વારા રચેલી ફાયર સેફટી ઓડિટ કમિટીના સભ્યો દ્વારા કોરોના ડેડિકેટેડ હોસ્પિટલની મુલાકાત લઇને ફાયર સેફ્ટીની ઉપલબ્ધ સુવિધાઓ, મેડિકલ ઉપકરણો, ઇલેક્ટ્રીફીકેશન અને હોસ્પિટલના સંસાધનોની ફાયર સેફટીનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા ફાયર સેફ્ટી માટેના નિર્ધારિત કરેલા માપદંડો પ્રમાણે હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની મુલાકાત લઇને ઓડિટ કમિટીના અધિકારીઓ પ્રભાવિત થયાં હતાં. અહીં ઉપલબ્ધ ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ, વ્યવસ્થાપનની સમીક્ષા કરી કમિટી દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી અને સમગ્ર સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને કમિટી દ્વારા બિરદાવવામાં આવી હતી. આ મુલાકાતમાં ચીફ ફાયર અધિકારી એમ.એફ.દસ્તુર, ચીફ ઇલેક્ટ્રીકસીટી ઇન્સ્પેક્ટર એચ.એચ.ખોજા, GM(ઇક્વીપમેન્ટ મેન્ટેન્નન્સ) ડૉ.ચેતના દેસાઇ, એ.સી.બી.ના આસિસટ્ન્ટ ડાયરેક્ટર આશુતોષ પરમાર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution