અમદાવાદ-

શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. જેમાં 12 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાના મૃતકોને મુખ્યપ્રધાન રૂપાણીએ મૃતકના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. પીરાણા રોડ ખાતે ગઈકાલે આગની ઘટના બની હતી. તેમાં હાલ FSLની ટીમ દ્વારા ઘટના સ્થળની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જે સમગ્ર ઘટના બની હતી. તેમાં કોની બેદરકારી ના લીધે આ ઘટના બની હતી તે મુદ્દે ફેક્ટરીના માલિક હતેશ સુતરિયાને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ ઘટના સ્થળે મૃતકના પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા. આ ભયંકર ઘટનામાં અનેક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા તપાસ શરૂ કરી છે. પરિવારના સભ્યો દ્વારા યોગ્ય સહાયની જાહેરાત કરવામાં આવે તેવી પણ માગણી કરી રહ્યા છે. એટલે રાજ્ય સરકારની 4 લાખની સહાયની જાહેરાત થી લોકો સંતુષ્ટ નથી માટે યોગ્ય સહાય કરવામાં આવે તેવી માગણી મૃતકના પરિવારજનો કરી રહ્યા છે. અમદાવાદ શહેરના પીરાણા પીપળજ રોડ પર ફેક્ટરીમાં લાગેલી આગમાં 12 લોકોના મોત થયા છે. ત્યારે સમગ્ર ઘટના સમયના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે. જે રીતે બ્લાસ્ટ થયો હતો અને તેના લીધે આસપાસના અનેક ગોડાઉનને પણ અસર થઈ હતી.