અમદાવાદ-

પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીનું રાણીપમાં આવેલું ઘર જ સુરક્ષિત નથી, કારણ કે તેમના ઘરમાં રૂપિયા 9.90 લાખની ચોરી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે તેમના દીકરા મેહુલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહીતી મુજબ, કિરીટ સોલંકીના રાણીપમાં આવેલા ઘરમાં તેઓ તેમના પરિવાર સાથે રહે છે, જેમાં પુત્ર મેહુલ સોલંકીના રૂમમાં ડિજિટલ લોકર હતું, જે કેટલા સમયથી બગડ્યું હતું.આ લોકરમાં લાખો રૂપિયાના દાગીના પણ રાખવામાં આવ્યા હતા.લોકર બગડતા તેઓ ચાવીથી લોકરને ઓપરેટ કરતા હતા.ચાવી અંગેની જાણ મેહુલ અને તેની પત્નીને તથા ઘરઘાટી બે બહેનોને જ હતી.લોકર રીપેરીંગ પણ કરાવવામાં આવ્યું હતું, જેનો નવો પાસવર્ડ પણ રાખવામાં આવ્યો હતો. જોકે 5 જુલાઈએ જ્યારે લોકર ખોલ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે, લોકરમાંથી રૂપિયા 9.90 લાખના દાગીના ગાયબ હતા. જે બાદ આ ઘટના અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

ચોરી મામલે સીધી શંકા ઘરઘાટી જ્યા વાઘેલા અને રીટા વાઘેલા નામની બે બહેનો પર ગઈ હતી. જેમાંથી જયા 1 વર્ષથી સાંસદના મકનમાં નોકરી કરતી હતી. તો રીટાને પણ કામ માટે જયા જ લઇને આવી હતી.જેથી પોલીસે શંકાના આધારે બે ઘરઘાટી બહેનોની પણ ધરપકડ કરી છે.જોકે બંને બહેનોએ ચોરી નથી કરી તેવું જ રટણ કરી રહી છે અને હાલ શંકાના આધારે અટકાયત કરવામાં આવી છે.ત્યારે અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે.