અમદાવાદ-

અમદાવાદમાં સાતમી ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ રહેશે. અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આમ આ સપ્તાહના અંત સુધી ચાલનારો રાત્રિ કરફ્યુ હવે સાત ડિસેમ્બર સુધી લંબાવાયો છે. આ પહેલા અમદાવાદમાં શુક્રવાર રાત્રે 20 ડિસેમ્બરથી સોમવાર સવાર 23 ડિસેમ્બર સુધી કરફ્યુ લદાયો હતો. તેના પછી આજથી રાત્રિ કરફ્યુ આગળ આદેશ મળે નહી ત્યાં સુધી હતો. ફક્ત અમદાવાદ જ નહી પણ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આમ અમદાવાદમાં રાત્રિ કરફ્યુ હવે પંદર દિવસનો થઈ ગયો છે.

કોરોના વાયરસનો કહેર ફરી એકવાર ગુજરાત સહિત અમદાવાદને ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી તા. 7 ડિસેમ્બર સુધી રાત્રિ દરમ્યાન કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આદેશ અનુસાર, અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આગામી તા. 7 ડિસેમ્બર સુધી રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી સમગ્ર જીલ્લામાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. કરફ્યુ દરમ્યાન આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે.