ગાંધીનગર-

નવરાત્રિમાં આમ તો ગલી હોય કે મહોલ્લા રોશનીથી ઝગમગતા હોય છે. પણ આ વર્ષે કોરનાએ નવરાત્રિની રોનકને ફિક્કી પાડી છે. અને તેની સીધી અસર ઇલક્ટ્રોનિક માર્કેટ પર પડી છે. કોરોનાએ માણસની રહેણીકહેણી બંનેમા પરિવર્તન લાવી દીધુ છે. લોકોનો તહેવાર માણવાનો અંદાજ હવે બદલાઇ ગયો છે. અને તેની સીધી અસર તહેવારો પર પણ થઇ રહી છે. કોરોનાની આવી જ અસર નવરાત્રિના તહેવારને લઈને દેખાઈ રહી છે. આમ તો નવરાત્રીમાં વિવિધ લાઇટ્‌સ, બલ્બ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક આઈટમની ખરીદી થતી હોય છે.

પણ કોરોનાનાં કારણે ગુજરાતના વેપારીઓની સંખ્યા નહિવત થતા રિલીફ રોડ અને ગાંધીરોડ પર આવેલ ઇલેક્ટ્રોનિક માર્કેટમાં અત્યારે મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રિલીફ રોડ અને ગાંધી રોડ પર આવેલ ઇલેક્ટ્રોનિક માર્કેટ હંમેશા ગ્રાહકોથી ધમધમતું હોય છે. નવરાત્રી આવતા વેપારી ખુશખુશાલ જાેવા મળતા હોય છે. આ વખતે પરિસ્થિતિ કોરોનાનાં કારણે અલગ છે. નવરાત્રી પહેલા થતી ખરીદીમાં ઘટાડો નોંધાયો છે અને તેની અસર રિલીફ રોડ અને ગાંધી રોડ પર આવેલી ૩ હજાર ઇલેક્ટ્રોનિકની દુકાન પર પડી છે.

અત્યાર સુધી ૨૦ ટકા જેટલી ઈલિક્ટ્રિકસ મટીરીઅલ્સસની ખરીદી થયી છે. તો બીજી બાજુ મંદીના કારણે નવરાત્રી પહેલા ઇલકેટ્રીકલ આઈટમની ખરીદી ન થવાના કારણે ૧૦૦ કરોડનું નુકશાન થયું હોવાનું વેપારીઓ કહી રહ્યાં છે. કોરોનાનાં કારણે પહેલાથી જ ઇલેક્ટ્રિક માર્કેટ મદીમાં સપડાયેલું હતું. પણ નવરાત્રીમાં હજુ બજારમાં ઘરાકી ન જામતા પડયા પર પાટુ જેવી વેપારીઓની સ્થતિ થઇ છે.