અમદાવાદ-

અમદાવાદની સોલા સિવિલના બે ડોક્ટર ૮ લાખની લાંચ લેતા ઝડપાયા છે. બંને ડોક્ટરે કેટરિંગ કોન્ટ્રાક્ટના બાકી રહેલા ૧ કરોડના નાણાં માટે લાંચ માંગી હતી. બંને આરોપીને એસીબીએ ડિટેઈન કરતાં ખળભળાટ મચી ગયો છે. સિવિલના ડૉ. ઉપેન્દ્ર ભાઇ ગોપાલભાઇ પટેલ અને ડૉ. શૈલેષકુમાર ચેલાભાઇ પટેલે રૂપિયા ૮,૦૦,૦૦૦ માંગ્યા હતા, જેમની રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવી છે. 

આ અંગે જાણવા મળેલ વિગત અનુસાર કોવિડ-૧૯ અંગે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ માટે પાણી તેમજ સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફના ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પૂરૂ પાડવા માટે સુપ્રિટેન્ડન્ટ સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા ઓર્ડર થતા જે ઓર્ડર આધારે ફરીયાદીના ભાઇ દ્વારા ચાર માસ સુધી કોવિડ-૧૯ અંગે ચા પાણી તથા જમવાનું પૂરૂ પાડેલ જે કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ બિલ રૂ.૧,૧૮,૦૦,૦૦૦/- મંજૂર કરવા માટે પ્રથમ ૩૦% લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે ૧૬% લેખે રૂ.૧૬,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂ.૧૦,૦૦,૦૦૦/- લઇ લીધેલ તથા બાકીના રૂ.૬,૦૦,૦૦૦/- તથા ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા રૂ.૨,૦૦,૦૦૦/- ની લાંચ માંગેલ એમ મળી કુલ્લે રૂ.૮,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી લાંચની માંગણીમાં બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી આરોપીઓએ સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની સામે વેઈટીંગ રૂમમાં ફરીયાદી પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/- સ્વીકાર્યા