અમદાવાદ-

અમદાવાદ વટવા GIDC વિસ્તારમાં આવેલી બે કેમિકલ ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો .આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વટવા GIDC આવેલી કેમિકલ કંપનીઓમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. કંપનીમાં સોલવન્ટ હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે બ્રિગેડ કૉલ આપ્યો હતો. આગની જ્વાળાઓ અને ધૂમાડા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. આ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની 30 ગાડીઓ સહિતના કાફલાએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં જાનમાલની હાનિના કોઈ સમાચાર ન