અમદાવાદ-

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની મંજુરી આપવાની માંગ સાથે હવે હાઇકોર્ટમાં અરજી કરી છે અને અમદાવાદ સેશન્સ કોર્ટના આદેશને પડકાર્યો છે. હાર્દિકે તેના પર ચાલતા રાજદ્રોહના કેસ પર જામીનની શરતમાં છુટ મેળવવા અરજી કરી છે. અરજીમાં હાર્દિકે 1ર સપ્તાહ રાજય બહાર જવાની મંજુરી માંગી છે. ઉલ્લેખનીય છે કે ર015માં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હાર્દિકે જાહેર કાર્યક્રમ કર્યો હતો. 

તે બાદ હિંસા ફાટી નિકળી હતી.સ જેના કારણે સરકારે તેના પર રાજદ્રોહનો કેસ કર્યો છે. આ સિવાય હાર્દિક પર કુલ 36 અલગ અલગ ગુના નોંધાયા છે. અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે અગાઉ રાજય બહાર ન જવાની શરતે તેમને જામીન આપ્યા હતા. બાદમાં તેમણે સેશન્સ કોર્ટમાં રાજય બહાર જવાની માંગ સાથે અરજી કરી હતી. જે કોર્ટે માન્ય રાખી નહોતી જેથી હવે હાર્દિક હાઇકોર્ટના શરણે ગયો છે.