30, જુલાઈ 2021
નડિયાદ-
ખેડા જિલ્લા મથક નડિયાદ નજીકથી પસાર થતા અમદાવાદ-વડોદરા હાઈ- વે ઉપર ગુતાલ ઓવર બ્રિજ પાસે ઉભેલી ટ્રકની પાછળ ધડાકા સાથે બાઈક ઘુસી જતાં બાઈકચાલક ૩૦ વર્ષીય યુવાન પત્રકાર જોસેફ ક્રિશ્ચયનનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું.
નડિયાદનાં યુવાન પત્રકારના મોતને પગલે પત્રકાર જગતમાંશોક ની લાગણી જોવા મળી રહી છે.આશાસ્પદ યુવાને રોડ અકસ્માતમાં જીવ ગુમાવતા તેમનો પરિવાર પણ વ્યથિત જોવા મળી રહ્યો છે. નડિયાદ રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.