સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ ગોધરા ખાતે AIMIMની બેઠક યોજાઈ
29, જાન્યુઆરી 2021

પંચમહાલ-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે ત્યારે શુક્રવારના રોજ ઔવેશીની પાર્ટી AIMIM પણ ગુજરાતમાં ચૂંટણી લડવાના મૂડમાં જોવા મળી રહી છે. AIMIMના ગુજરાતના સેક્રેટરી અબ્દુલ હમીદ ભટીએ ગોધરા ખાતે એક ચૂંટણી લક્ષી બેઠક યોજી હતી.અબ્દુલ હમીદ ભટીએ જણાવ્યું હતું કે, ગોધરામાં 70 વર્ષ સુંધી બન્ને પક્ષોનું શાસન ગોધરાની જનતાએ જોયું છે. અહીંયા પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. જેમ કે, રોડ, રસ્તા, પાણી અને લાઈટ તેમજ ગટર લાઇન જેવા પ્રજાના પ્રશ્નો હજુ હલ થયા નથી.કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવમાં આવ્યો હતો કે AIMIM ભાજપના ઈશારા પર ચાલતી પાર્ટી છે. જેના જવાબમાં સેક્રેટરી ભટીએ જણાવ્યું હતું કે, આ તદ્દન પાયા વિહાણી બાબત છે. કોંગ્રેસની વિચારધારા ફક્ત સત્તાની વિચાર ધારા છે. જ્યારે અમારી વાત કરીએ તો અમે સત્તા માટે કોઈપણ રાજયમાં અમારી વિચાર ધારા બદલાતા નથી. ભાજપ અને કોંગ્રેસ એક સિકાની બે બાજુઓ જેવા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution