દિલ્હી-

એઆઇએમઆઈએમના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યુ છે. તેમણે યુપી પોલીસ દ્વારા થઈ રહેલા એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. ઓવૈસીએ કહ્યુ, જ્યારથી યુપીમાં ભાજપની સરકાર બની છે ત્યારથી એન્કાઉન્ટર શરુ થયા છે અને તેમાં માર્યા ગયેલામાં ૩૭ ટકા મુસલિમો છે.જ્યારે રાજ્યમાં મુસ્લિમોની વસતી ૧૯ ટકા જેટલી છે.ઓવૈસીએ યુપીમાં એક જનસભાને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી.

ઓવૈસીએ કહ્યુ, યોગી આદિત્યનાથે કાયદાના ધજાગરા ઉડાવવામાં કોઈ કસર બાકી રાખીનથી.યોગી માત્ર એક જ ધર્મની વાત કરે છે.જ્યારથી યુપીમાં યોગી સરકાર સત્તા પર આવી છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૬૪૫૭ એન્કાઉન્ટર થયા છે અને તેમાં મરનારાઓમાં ૩૭ ટકા મુસ્લિમો છે.આખરે મુસ્લિમો પર આવો જુલમ કેમ થઈ રહ્યો છે.દેશના સૌથી મોટી રાજ્ય યુપીના મુખ્યમંત્રી કહે છે કે, ગોળી મારી દો. યુપીમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તેમાં ઓવૈસીની પાર્ટી પણ પૂરજાેશમાં ઝંપલાવવાની છે. જેની તૈયારીઓ ઓવૈસીએ અત્યારથી જ શરુ કરી દીધી છે. ચૂંટણી માટે યુપીની નાની પાર્ટીઓ સાથે જાેડાણ કરવાની વ્યૂહરચના ઓવૈસીએ અપનાવી છે.