/
એરફોર્સના વિમાન દ્વારા 25 ભારતીયો સહિત 78 લોકોને ભારત લવાયા, સરકારે અત્યાર સુધીમાં 736 થી વધુ લોકોને બચાવ્યા

દિલ્હી-

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. ભારત સરકાર દરરોજ ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢી પરત લાવી રહી છે. આ ભારતીયોની સાથે અફઘાની શીખો અને હિન્દુઓને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. જે પ્રવાસીને કાબુલમાંથી બહાર કાવામાં આવ્યા હતા અને એર ઇન્ડિયાની દુશાંબે-દિલ્હી ફ્લાઇટમાં સવાર હતા તેમણે 'જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ' અને 'વાહેગુરુ જી કા ખાલસા વાહેગુરુ જી કી ફતેહ'ના નારા પણ લગાવ્યા હતા. ભારતીય વાયુસેનાનું વિમાનમાં કાબુલથી 78 લોકોને લઈને દિલ્હી પહોંચ્યું છે. જેમાં 25 ભારતીયોનો સમાવેશ થાય છે. આ સાથે અફઘાન શીખો અનો હિન્દુ પરિવારો પણ સામેલ છે. જે પોતાના ગુરુ ગ્રંથ સાહિબની 3 નકલો પોતાની સાથે લાવી રહ્યા છે. જાણકારી અનુસાર, અફઘાનિસ્તાનમાં ખતરાની વચ્ચેથી, ભારત સરકારે અત્યાર સુધીમાં 736 થી વધુ લોકોને બચાવી લીધા છે અને તેમને પરત લાવ્યા છે. આજે પણ દુશાંબેથી ઘણા લોકો એર ઇન્ડિયાના વિમાન દ્વારા દિલ્હી આવી રહ્યા છે. આ વિમાન ગઈ કાલે કાબુલથી દુશાંબે માટે ઉપડ્યું હતું. એરફોર્સ C-17, C -19, એરફોર્સ 130 જે અને એર ઇન્ડિયાના વિમાનો કાબુલથી લોકોને સલામત રીતે પરત લાવવા સતત રોકાયેલા છે. કાબુલમાં પરિસ્થિતિ ખરાબ થાય તે પહેલા ભારત સરકાર તમામ ભારતીય નાગરિકો અને અફઘાન હિંદુ અને શીખ લોકોને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution