ન્યુ દિલ્હી,તા.૧૩

ભારતમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે એક નવા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે ભારતમાં કોરોના વાયરસથી મોતનો ખતરો પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધારે રહેલો છે. ૨૦ મે સુધીના આંકડા પ્રમાણે સંક્રમિત મહિલાઓમાં મોતનું પ્રમાણ ૩.૩ ટકા છે, જ્યારે પુરુષોમાં આ પ્રમાણ ૨.૯ ટકા છે. આ રિસર્ચ ગ્લોબલ હેલ્થ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે કોરોનાના સંક્રમણથી બચવા માટે મહિલાઓએ વધારે સતર્ક રહેવાની જરૂર છે.

ઇન્ડયન ઇન્સ્ટટ્યૂટ આૅફ ઇકોનામિક ગ્રોથના પાપ્યુલેશન રિસર્સ સેન્ટરે ભારત અને અમેરિકાની રિસર્ચ સંસ્થા સાથે મળીને આ શોધને પૂર્ણ કરી છે. શોધ પ્રમાણે કોરોના સંક્રમણ મામલામાં ભારતીય પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે ખતરો રહેલો છે. ૨૦ મે સુધીના આંકડા પ્રમાણે ૬૬ ટકા પુરુષો જ્યારે ૩૪ ટકા મહિલાઓ સંક્રમિત થઈ હતી.

આ પહેલા ભારતના પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે કોરોનાના ત્રણ ચતુર્થાંસ એટલે કે ૭૫ ટકા મામલામાં પુરુષોમાં સંક્રમણ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ભારતમાં કોરોનાનો ડેથ રેટ ૩.૩૪ ટકા જણાવ્યો હતો. સંશોધકોના મતે આ પ્રમાણ ૪.૮ ટકા થઈ શકે છે. અભ્યાસ સાથે જાડાયેલા પ્રોફેસર એસ.વી. સુબ્રમણ્યમના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કોરોનાના ડેથ રેટને ઉંમર અને લીંગના આધાર સાથે નથી જાવામાં આવ્યો. અભ્યાસ પ્રમાણે મહિલાઓને કોરોનાથી મોતનો ખતરો વધારે છે. આ પહેલા દુનિયામાં થયેલા સંશોધન પ્રમાણે કોરોના સંક્રમણ અને મોતનો ખતરો પુરુષોનો વધારે હોવાનું કહેવામાં આવ્યું હતું.

બાળકો પર સૌથી વધુ કોરોનાની પરોક્ષ અસર

જિનિવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ચેતવણી આપી હતી કે કોરોના વાયરસ મહામારીની ભીષણ પરોક્ષ અસર પડી શકે છે. ડબલ્યુએચઓએ કહ્યુ છે કે કોરોના બીમારીની તુલનામાં મહામારીના લીધે ઉભી થયેલી સ્થિતીને  લીધે વધુ નુકસાન થઈ શકે છે. ડબલ્યુએચઓએ જણાવ્યું છે કે કોરોના વાયરસ મહામારીની પરોક્ષ અસર સૌથી વધુ મહિલાઓ, બાળકો અને કિશોરો પર પડી શકે છે. ડબલ્યુએચઓ ચીફ ટેડ્રોસ એડહૈનમ ઘેબ્રિયેસુસ એ કહ્યુ કે કોરોનાની આડકતરી અસરને કારણે આ ખાસ જૂથ પર જે ખરાબ પ્રભાવ પડશે તે કોવિડ -૧૯ વાયરસથી થનાર મૃત્યુ કરતાં પણ ભયાનક હોઇ શકે છે. જનરલ ટેડ્રોસ એ જણાવ્યું હતું કે ઘણી જગ્યાએ મહામારીના લીધે આરોગ્ય તંત્ર પર દબાણ વધી ગયું છે. તેના લીધે ગર્ભાવસ્થા અને ડિલિવરી સાથે જાડાયેલી મુશ્કેલીઓથી મહિલાઓના મોતનું જાખમ વધી શકે છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર નતાલિયા કનેમે આ પરિÂસ્થતિને લઇ કહ્યુ છે કે ‘મહામારીની અંદરનો એક મહામારી’ પેદા થઇ ગઇ છે. નતાલિયા કનેમે કહ્યુ કે દર ૬ મહિનાના લોકડાઉનના લીધે ૪.૭ કરોડ મહિલાઓ ગર્ભનિરોધકની સુવિધા ગુમાવી દેશે. તેના લીધે ૬ મહિનાના લોકડાઉનમાં ઇચ્છા વગર ૭૦ લાખ બાળકોનો જન્મ થશે. ઇન્ટર પાર્લિયામેન્ટ્રીના યુનિયનના પ્રેસિડન્ટ ગ્રેબ્રિએલા કુવસ બેરને જણાવ્યું હતું કે મહામારીના લીધે ૪ થી ૬ કરોડ બાળકો પર ભીષણ ગરીબીનો ખતરો પેદાઇ થઇ ગયો છે.