પ્રવાસી શ્રમિકો સામેના લાકડાઉન ઉલ્લંઘનના કેસ પરત લેવા રાજ્યોને સુપ્રીમ કોર્ટનો આદેશ .

ન્યુ દિલ્હી,તા.૯

પ્રવાસી મજૂરના મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કÌš કે તમામ મજૂરોનુ રજિસ્ટ્રેશન કરવામાં આવે અને આજથી ૧૫ દિવસની અંદર મજૂરોને તેમના ઘરે મોકલવામાં આવે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને કÌš કે પ્રવાસી મજૂરો માટે કાઉન્સલિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવે. તેમનો ડેટા ગ્રામ અને બ્લોક સ્તરે એકત્ર કરવામાં આવે. તેમની Âસ્કલની મેપિંગ કરવામાં આવે. જેનાથી રોજગાર આપવામાં મદદ મળે. જે મજૂર પાછા કામ પર પાછા આવવા ઈચ્છે છે તેમને રાજ્ય સરકાર મદદ કરે. 

આદેશમાં સુપ્રીમે કÌš કે માઈગ્રેશન દરમિયાન મજૂરો પર નોંધાયેલા લોકડાઉન ઉલ્લંઘનના કેસ પાછા લેવામાં આવે. તમામ મજૂરોનુ રજિસ્ટ્રેશન કરવામાં આવે અને જે મજૂર ઘરે જવા ઈચ્છે છે તેમને ૧૫ દિવસની અંદર ઘરે મોકલવામાં આવે. જા રાજ્ય સરકાર વધારે ટ્રેનની માગ કરે છે તો કેન્દ્ર સરકાર ૨૪ કલાકની અંદર માગ પૂરી કરે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મજૂરોને રોજગાર આપવા માટે સ્કીમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ વિશે પ્રદેશોએ સુપ્રીમને જાણકારી આપવી પડશે. સુપ્રીમ કોર્ટે કÌš કે મજૂરોને તમામ સ્કીમનો લાભ આપવામાં આવે અને સ્કીમ વિશે જણાવવામાં પણ આવે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution