દિલ્હી-

સરકારી એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દિલ્હી-એનસીઆરના ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઇડા, ગુડગાંવ અને ફરીદાબાદ શહેરોમાં હવાની ગુણવત્તા નબળી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) એ માહિતી આપી હતી કે દિલ્હીને અડીને આવેલા આ પાંચ શહેરોમાં પણ પ્રદૂષણની સ્થિતિ ટોચ પર છે. સીપીસીબી હવા ગુણવત્તા સૂચકાંક પર નજર રાખે છે.

હવાની ગુણવત્તાના સૂચકાંક અનુસાર, 0 થી 50 વચ્ચેનું સ્તર સારું માનવામાં આવે છે. 51 થી 100 સંતોષકારક માનવામાં આવે છે. 101 અને 200 ની વચ્ચે મધ્યમ સ્થિતિમાં માનવામાં આવે છે. 201 થી 300 ની વચ્ચે નબળી સ્થિતિ છે. 301 થી 400 ખૂબ જ ખરાબ માનવામાં આવે છે અને 401 થી 500 ને ગંભીર માનવામાં આવે છે.

સી.પી.સી.બી. અનુસાર, છેલ્લા 24 કલાકની એક્યુઆઈ ગુરુવારે સાંજે 4 વાગ્યા સુધી ગાઝિયાબાદમાં 277 હતી. ગ્રેટર નોઇડામાં તેની સ્થિતિ 283, નોઇડામાં 267, ફરીદાબાદમાં 213 અને ગુડગાંવમાં 241 હતી. બુધવારે ગાઝિયાબાદની એક્યુઆઈ 319 હતી. ગ્રેટર નોઈડામાં 331, નોઇડામાં 280, ફરીદાબાદમાં 222 અને ગુડગાંવમાં 221 હતા. સીપીસીબીનું માનવું છે કે હવાની ગુણવત્તા ઓછી હોવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.