હરિદ્વાર કુંભમાં કોરોનાના નિયમોની ઐસી કી તૈસી, અનેક સાધુઓ સંક્રમિત
12, એપ્રીલ 2021

 દિલ્હી-

હરિદ્વાર મહાકુંભમાં આજે બીજું શાહી સ્નાન હતું. સોમવતી અમાસના દિવસે શાહી સ્નાનમાં તમામ અખાડાના સાધુ-સંત આસ્થાની ડૂબકી લગાવી રહ્યાં છે. હજારોની સંખ્યામાં સામાન્ય લોકોની ભીડ પણ ડૂબકી લગાવી રહી છે. નેપાળના અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર વીર સિંહ પણ હરિદ્વાર પહોંચ્યા છે. શાહી સ્નાન દરમ્યાન કોરોનાના નિયમોની ઐસી કી તૈસી જાેવા મળી. કેટલાંય સાધુઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. તેમ છતાંય કોરોના નિયમોનું પાલન કરાવામાં ઉત્તરાખંડ પોલીસ નિરાધાર દેખાય રહી છે.

ભીડ હોવાના કારણે ઘણી જગ્યાઓ પર કોરોના પ્રોટોકોલના નિયમ પણ તૂટતા નજરે આવી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન નથી થઇ રહ્યું અને કોઇ માસ્ક સાથે જાેવા નથી મળી રહ્યુ. કુંભ મેળા આઇજી સંજય ગુંજ્યાલનું કહેવું છે કે શાહી સ્નાનમાં સૌથી પહેલા અખાડાને મંજૂરી આપવામાં આવી, તે બાદ ૭ વાગ્યાથી સામાન્ય લોકોને શાહી સ્નાન કરવાની મંજૂરી છે.
કુંભ મેળા આઇડી સંજય ગુંજ્યાલે કહ્યું કે, અમે લોકોને સતત કોવિડ નિયમોનું પાલન કરવાની અપીલ કરી રહ્યાં છીએ પરંતુ ભારે ભીડના પગલે ચાલાન જારી કરવુ વ્યાવહારિક રૂપે શક્ય નથી. ઘાટ પર સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન સુનિશ્વિત કરવુ મુશ્કેલ છે. જાે અમે સોશિયલ ડિસ્ટેંસિંગનુ પાલન કરાવીશું તો ભાગદોડ મચી જશે. શાહી સ્નાનના એક દિવસ પહેલા ઉત્તરાખંડમાં કોરોનાના ભયાનક આંકડા સામે આવ્યા છે. ગત ૨૪ કલાકમાં ૧૩૩૩ સંક્રમણના નવા કેસ સામે આવ્યા જ્યારે ૮ લોકોના મોત નિપજ્યા. સાથે જ દહેરાદૂનમાં ૫૮૨, હરિદ્વારમાં ૩૮૬, નૈનીતાલમાં ૧૨૨ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. હર કી પૌડી પર રવિવારે સ્થાનિક પરીક્ષણ દરમિયાન નવ લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution