મુંબઇ,

ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્‌વીટર પર જાહેરાત કરતા લખ્યું હતું કે ખૂબ જ જલ્દી બોલીવુડ કલાકારો અક્ષય ખન્ના અને રવિના ટંડન એક વેબ સિરીઝમાં સાથે દેખાશે. આ સિરીઝને 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' નું દિગ્દર્શન કરનારા વિજય ગુટ્ટે દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.

આ વેબ સિરીઝ દુનિયાભરના તમામ પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવાશે આથી એકથી વધુ જગ્યાઓ પર તેનું શૂટિંગ થશે. આ વેબ સિરીઝ દ્વારા દિગ્દર્શક વિજય ગુટ્ટે પણ પ્રથમવાર ‌ પ્લેટફોર્મ પર પોતાનો પ્રોજેક્ટ રજૂ કરી રહ્યા છે. ઉપરાંત તેમની સાથે આફ્ટર સ્ટુડિયોઝ, છછ ફિલ્મસ અને સની બક્ષી મળીને આ ફિલ્મનું નિર્માણ કરશે.

"એક કલાકાર તરીકે આપણી રચનાત્મક સીમાઓને પડકારતી ફિલ્મો પર કામ કરવું એ ખૂબ તાજગીભર્યું છે. આ વેબ સિરીઝની વાર્તા પ્રેક્ષકોને જકડી રાખે તેવી બને તે માટે અમે અથાગ પ્રયત્નો કરીશું" અક્ષયે જણાવ્યું. "ઉપરાંત રવિના સાથે કામ કરવું એ પણ રસપ્રદ અનુભવ બની રહેશે, કન્ટેન્ટને અમે અમારા તરફથી બેસ્ટ બનાવવાની જવાબદારી લઈએ છીએ. મને આનંદ છે કે લેગસી મારી પ્રથમ વેબ સિરીઝ બનશે."'લેગસી' એ એક રસપ્રદ નાટકીય વળાંકો ધરાવતી સત્તા સંઘર્ષની અનોખી વાર્તા છે, રવિનાએ કહ્યું, "તે ખૂબ જ સુંદર રીતે ઘડાયેલી પટકથા છે જે દુનિયાભરના તમામ પ્રેક્ષકોને આકર્ષશે. હું અક્ષય સાથે પહેલીવાર આમા કામ કરી રહી છું, જેના માટે હું ખૂબ જ ઉત્સાહિત છું." રવિનાએ ઉમેર્યું.