અલંગ ફરી પાટા પર : અનલોક શરૂ થતાં વિદેશી શીપો ભંગાણ માટે આવી પહોંચ્યાં
25, જુન 2020

ભાવનગર,

રાજ્યમાં લૉકડાઉન બાદ અનલોક અમલી બનતાં અલંગમાં ફરી શીપ બ્રેકીંગ ઉદ્યો ધમધમતો થયો છે. હવે જેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો તેવા વિદેશી શીપને પણ આવવાની મંજૂરી મળતાં 15થી વધુ  વિદેશી શીપ અલગ અલગ પ્લોટમાં ભંગાણ માટે આવી પહોંચ્યાં છે. અલંગ ફરીથી ધમધમતું બનતા હજારો લોકોને ફરી રોજગારી પ્રાપ્ત થઈ રહી છે.

લોકડાઉન બાદ રાજ્યમાં અનલોક અમલી બનતાં અલંગમાં ફરી શીપ બ્રેકિંગ ઉદ્યોગ ધમધમતો થયો છે. હવે વતન વાપસી કરી ગયેલાં શ્રમિકો ફરી અલંગમાં વાપસી કરી રહ્યાં છે, જે શીપ બ્રેકરો માટે પણ એક સારા સમાચાર છે. કોરોનાના પગલે દેશભરમાં લૉકડાઉન અમલી બનતાં એશિયાના સૌથી મોટા શિપયાર્ડ અલંગને પણ તેની ભારે અસર થઈ હતી. જેમાં વિદેશી જહાજોને કટિંગ માટે આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ દેશભરમાં અનલોક અમલી બનતાં તેમાં છૂટછાટ આપવામાં આવી છે. જેના પગલે હાલ વિદેશી શીપો ફરી અલંગમાં ભંગાણ માટે આવી રહ્યાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution