19, જુન 2020
નવી દિલ્હી,
લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ પર તણાવની સ્થિતિ છે અને ત્યારે ભારત ચીન સરહદ પર સ્થિતિ પર ચર્ચા કરવા માટે પીએમ મોદીએ શુક્રવારે સર્વપક્ષીય વર્ચુઅલ બેઠક બોલાવી છે. આ બેઠક આજે સાંજે 5 કલાકે યોજાશે. આ વર્ચુઅલ બેઠકમાં જુદા જુદા રાજનીતિક પક્ષના અધ્યક્ષ સામેલ થશે.
બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, મમતા બેનર્જી, એમ કે સ્ટાલિન, નીતીશ કુમાર, માયાવતી, સીતારામ યેચુરી, ડી રાજા, ચંદ્રબાબુ નાયડૂ, જગનમોહન રેડ્ડી, ચિરાગ પાસવાન સામેલ થશે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ગલવાન ખીણમાં જે પણ થયું તેના માટે ચીન જ જવાબદાર છે. ભારતે કોઈપણ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું નથી અને ચીન તરફતી સમજૂતી તોડવામાં આવી છે. ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી.