ગાંધીનગર-

સુરત શહેર કોરાનાનુ હોટસ્પોટ શહેર બન્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર રાજ્યમાંથી સુરત તરફ જતી ST ખાનગી બસો ઉપરાંત સુરત શહેરથી અન્ય શહેરોમાં જતી ST બસો અને ખાનગી બસો દસ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકના અંતે જે રીતે સુરતમાં કોરોના વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સુરતથી કોરોના રાજ્યના અન્ય જિલ્લામાં ન પહોંચે તે માટે સમગ્ર રાજ્યમાંથી સુરત શહેર તરફ જતી તમામ ST બસો અને ખાનગી બસોનું સંચાલન દસ દિવસ સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે.જ્યારે સુરત શહેરથી ઉપડતી તમામ ST બસો અને ખાનગી બસોના સંચાલનને પણ રાજ્ય સરકારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. દ

સ દિવસ સુધી હવે સુરત તરફ એક પણ ખાનગી બસો અને એસટી બસો જઈ શકશે નહીં ઉપરાંત સુરતથી પણ એક પણ બસનું સંચાલન કરવામાં આવશે નહી. જે રીતે સુરત શહેરમાં કોરોનાની સંખ્યા પણ વધી રહી છે તેને ધ્યાનમાં લઇને રાજ્યના અન્ય જિલ્લા અને શહેરોમાં અને સંક્રમણ વધે નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.