અલાહબાદ હાઈકોર્ટે મિર્ઝાપુર વેબ સિરિઝના નિર્માતાઓને આપી રાહત
30, જાન્યુઆરી 2021

ઉત્તરપ્રદેશ-

અલાહબાદ હાઈકોર્ટે એમેઝોન પ્રાઈમ વીડિયોની મિર્ઝાપુર વેબ સીરીઝનાં પ્રોડ્યુસર, અભિનેતા ફરહાન અખ્તર અને ઋતેશ સિધવાની વિરુદ્ધ નોંધાયેલી FIR હેઠળ સતામણીની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટે નોટિસ જાહેર કરીને રાજ્ય સરકાર અને ફરિયાદ નોંધાવનાર પાસે ત્રણ અઠવાડિયામાં અરજીનો જવાબ માંગ્યો છે. કોર્ટે માર્ચ 2021નાં પહેલા અઠવાડિયામાં અરજીની રજૂઆત કરવાનો આદેશ આપતાં કહ્યું છે કે, આગામી સુનાવણી અથવા પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં ન આવે ત્યાર સુધી આગલની કાર્યવાહી પર પ્રતિબંધ યથાવત રહેશે.આ આદેશ જજ M.K. ગુપ્તા અને જજ સુભાષ ચંદ્ર દ્વારા અપાયો છે. અરજીમાં વેબ સિરિઝને ધાર્મિક, સામાજીક અને ક્ષત્રિય ભાવનાઓને દુ:ખ પહોંચાડનારી, ધર્મો વચ્ચે અશાંતિ ફેલાવનારી અને અવૈધ સંબધોને પ્રોત્સાહન આપનારી કહીને વધુ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જ્યારે પ્રોડ્યુસરનું કહેવું હતું કે, આ એક કાલ્પનિક સિરિઝ છે. તેના ડિસ્ક્લેમરમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. કોર્ટને આ મુદ્દો મહત્વનો લાગી રહ્યો છે માટે વિરોધકર્તાઓ પાસે તેનો જવાબ માંગવામાં આવી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution