ખટંબા ગામના મંદિરની જમીન પચાવી પાડી હોવાનો ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પર આક્ષેપ
09, જુલાઈ 2020

વડોદરા-

વડોદરા જિલ્લાના ખટંબા ગામની મંદિરની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો અંગે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, મંદિરના મહંતે 1988માં જમીન વીલથી લખી આપી હતી. ત્યાર બાદ આ જમીનનો કેટલોક ભાગ નેશનલ હાઇવેમાં તેમજ સર્વિસ રોડમાં ગયો છે. હવે માત્ર 4 હજાર ચોરસ ફૂટ જમીન બચી છે. આ જમીન મને કોઈ કામની નથી જેને જોઇતી હોય તે લઈ જાય ધારાસભ્યે એમ પણ કહ્યું કે, વડોદરા શહેરના અનેક મોટા બિલ્ડરો વીલથી ખેડૂત થઇ ગયા છે, તેની ઝીંણવટ ભરી તપાસ થવી જોઈએ. અમે દેશ આઝાદ થયો તે પહેલાથી વડોદરામાં રહીએ છીએ. મારા દાદા ગાયકવાડ સરકારમાં પોલીસ હતા, તેમજ પિતા આર્મીમાં હતા અને તેઓની પાસે ખેતીની જમીન હતી તે જમીન પણ મને મળી છે. મધુ શ્રીવાસ્તવે એમ કહ્યું હતું કે, હું એકલો વીલથી ખેડૂત નથી બન્યો, મંદિર માટે અડધી જીંદગી અમે ગુમાવી છે. મેં એક ફૂટ પણ કોઇની જમીન પચાવી હોય તેવું સાબિત કરે તો રાજકારણ છોડવા તૈયાર છું. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution