12, માર્ચ 2021
ફતેપુરા, ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ તથા બી ટી પી ના ઉમેદવારોની કારમી હાર થતાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ઈ વી એમ મશીનમાં ગરબડી થયાની માંગ સાથે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બી ટી પીના ઉમેદવારો વિવિધ જગ્યાએ ઉમેદવારી નોંધાવી હતી બી ટી પીના ઉમેદવારો દ્વારા પ્રચાર અને પ્રસારમાં તેમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત ના ઉમેદવારો જીતવાની પ્રબળ દાવેદારી કરતા ઉમેદવારો નું પરિણામ પણ અલગ આવતા ઈવીએમ મશીનમાં કાઈક ગરબડી હેરાફેરી થયાની શંકા ઉપજી છે તેની ન્યાઈક તપાસ થાય તે માટે રાજ્યપાલ શ્રીને સંબોધી ફતેપુરા મામલતદારને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી લોકોનો વિશ્વાસ ગુમાવી બેઠી છે મોંઘવારી બેકાબુ બની ગઈ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાનને આંબી ગયા ખાવાના તેલના ભાવમાં પણ વધારો થઈ ગયો છે ખેડૂતો સાથે અન્યાય થઇ રહ્યો છે શિક્ષિત બેરોજગાર નો પ્રશ્ન આટલી મોંઘવારીનો સામનો કરતી પ્રજા નો સખત વિરોધ હોવા છતાંય ભાજપ સરકાર એક તરફી પરિણામ લાવે એ ઈવીએમનો જ કમાલ છે ઈ વી એમ મશીન થી મોટી ગરબડી હેરા ફેર થઈ હોય તેવી શંકા ઉપજાવે છે તે માટે ન્યાયક તપાસ થાય તે માટે હાઈકોર્ટના બેથી ત્રણ જજની બેન્ચની નિમણૂક કરી ઇવીએમની સંપૂર્ણ તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે તેવી માંગ ઉઠી છે. ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ તથા બી ટી પી ના ઉમેદવારોની કારમી હાર થતાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ઈ વી એમ મશીનમાં ગરબડી થયાની માંગ સાથે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું