રાજપીપળા, તા.૧૮ 

 કોરોનાના કહેર વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે, લોકોના વેપાર ધંધા અને નોકરીના પણ ઠેકાણા નથી.ભયના ઓથા હેઠળ જીવી રહેલા લોકો પર શિક્ષણને વ્યાપાર બનાવી દુકાનો ખોલી બેઠેલા ખાનગી સ્કૂલોના સંચાલકો ફી ભરવા દબાણ કરી અત્યાચાર કરે છે તો એમને હવે માનવતાના પાઠ ભણાવવા જરૂરી બન્યા છે.

રાજપીપળા નજીક વડીયા ગામમાં આવેલી ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલની, સ્કૂલ દ્વારા લોકડાઉનમાં પણ ટ્રાન્સપોર્ટ ચાર્જ લેવાતો હોવાનો ગંભીર આક્ષેપ વાલીઓએ લગાવતા ખળભળાટ મચ્યો છે.બીજી બાજુ આ મામલે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેકટર પરેશ શાહે મીડિયાને ઉદ્ધત જવાબો આપ્યા હતા. ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી રવિભાઈ શેઠે જણાવ્યું હતું કે વાલીઓ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવા આવ્યા હતા, એમનું વર્ષ ૨૦૧૯-૨૦ નું બાકી લેણું લીધું છે, ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ નું નથી લીધું.વાલીઓને ગેરસમજ ઉભી થઈ છે.લોકડાઉન દરમિયાન અમે કોઈ પણ વાલી પાસે વધારાની ફી લીધી જ નથી.વાલીઓ લિવિંગ સર્ટિફિકેટ લેવા આવે તો જૂનું બાકી લેણું લેવું જ પડે. હું તમને જવાબ આપવા બંધાયો નથી. ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર પરેશ શાહે ઉદ્‌ધત જવાબ આપતા જણાવ્યું કે હું તમને કોઈ જવાબ આપવા બંધાયો નથી.મને ટ્રષ્ટિમંડળ કહે એવું કરવું પડે.મેં વાલીઓને કહ્યું હતું તમે આ મામલે ટ્રસ્ટી જોડે વાત કરો.જો ટ્રસ્ટી કહે તો એમને પૈસા પરત આપી દઈશું.હું વાણિયો અને તમે પત્રકાર, વાણીયા અને પત્રકાર વચ્ચે ૩૬ નો આંકડો છે હું વધારે વાત નહિ કરું મને યોગ્ય નહિ લાગે તો હું ફોન બંધ કરી દઈશ.તમે ઊંચા અવાજમાં વાત કેમ કરો છો એમ પૂછતાં પરેશ શાહે જણાવ્યું કે મારી વાત કરવાની આવી જ સ્ટાઈલ છે લોકશાહીમાં તમને જેવો લખવાનો અધિકાર છે એવો જ મને બોલવાનો અધિકાર છે.