અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની આજે બોર્ડની બેઠક મળી હતી. આજે બોર્ડની બેઠકની શરૂઆતમાં જ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણએ એર ક્વોલિટી ઇન્ડેક્સ અને તળાવ અને સ્ટ્રોમ વોટરને લઈને આક્ષેપ કરવામાં આવ્યા હતા. શહેઝાદ ખાન પઠાણે બોર્ડમાં માહિતી આપી હતી કે અમદાવાદ અત્યારે સૌથી વધુ પ્રદુષિત શહેર છે. ૩૧૨ એર ક્વોલોટી ઇંડેક્સ થઈ ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ શહેરને વર્ષ ૨૦- ૨૧ના વર્ષ માટે ૧૮૨ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી. જ્કેની ગાઈડ લાઇન અને માપદંડ નક્કી કરવામાં નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ મનપા દ્વારા કોઈ કામગીરી નહીં કરતાં હવે આ વર્ષે ગ્રાન્ટ મળવી ખૂબ જ મુશ્કેલ છે. મનપા દ્વારા પ્લાન્ટેશન કરવાંમાં આવ્યું છે પરંતુ આ પ્લાન્ટની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી નથી અને કરોડો રૂપિયા વ્યર્થ ગયા છે.

અમદાવાદ મનપા વરસાદી પાણીના નિકાલ કરવામાં નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપ પણ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે. સ્ટ્રોમ વોટરનું નેટવર્ક નાખવામાં મનપા નિષ્ફળ ગઈ છે. ગત વર્ષે સરખેજમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું. ૯૫૦ કિલોમીટરનું નેટવર્ક જેમાં ૩૦ ટકા, પશ્ચિમ વિસ્તારમાં ૭૦ ટકા પૂર્વ વિસ્તારમાં સરખેજ મક્તમપુરા, વેજલપુર, થલતેજ, ઘાટલોડીયા, ચાંદલોડીયા, કાલિગામ, રાણીપ, ગોતા, તથા ચાંદખેડાનો મનપામાં સમાવેશ થયો છે. પરંતુ નેટવર્ક હજી સ્ટ્રોંગ કરવામાં આવ્યું નથી. પૂર્વ વિસ્તારમાં જે ૩૦ પમ્પિંગ સ્ટેશન છે તેમાં ૨૭ પમ્પિંગ સ્ટેશન તો ખારીકટ કેનાલ પાસે છે. ૮ વર્ષમાં સ્ટ્રોમ વોટર લાઇન પાછળ ૫૪ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે તેવા પણ આક્ષેપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે.

આજે બોર્ડમાં મહત્વના મુદ્દામાં જાેઈએ તો મનપા પાસે ૧૪૩ તળાવો છે પરંતુ તેના વિકાસ માટે કોઈ જ દરકાર લેવામાં આવી નથી. મનપા પાસે ૨૬ તળાવો છે અને આ તળાવોની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે. ૧૪૨ તળાવોના પજેશન લેવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. પરંતુ ૩૩ તળવોના પજેશન આપવાની કલેક્ટર દ્વારા મનાઈ કરવામાં આવી છે. ૭ તળાવો ૫ હેક્ટરથી મોટા છે. ૩૭ તળાવો ૨ થી ૫ હેક્ટર મોટા, અને ૯૮ તળાવો ૨ હેક્ટર થી નાના છે આમાં થી કેટલાય તળાવોના નામો નિશાન નથી અને કેટલાક તલાવોની સરકારી જમીન પર અનેક ઇમરતો અને ગેરકાયદેસર દબાણ થઈ ગયા છે.મનપા દ્વારા સૈજ પૂર બોધા, અસારવા , નિકોલ , મલાવ, પ્રહલાદનગર પંચા તળાવ અને સરખેજ રોજા તળાવ નો વિકાસ કરવામાં આવ્યો છે પરંતુ તેની પરિસ્થિતી દયનીય છે.

અધિકારીઓને આજે જવાબ આપવા પડ્યા

આજે મનપાના બોર્ડની બેઠક મળી હતી જેમાં મક્તમપુરા વોર્ડના કોર્પોરેટર દ્વારા કમ્યુનિટી હૉલ માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના માટે હેતુ ફેર માટે અનેક વખત અધિકારીઓ પાસે કામ કરવા અને પ્લાન પાસ કરાવવા માટે ધક્કા ખાવા પડે છે તેવી આજે રજૂઆત કરી હતી જેના જવાબ આપવા માટે આજે મેયર એ અધિકારીઓને ઊભા કર્યા હતા. આજે બોર્ડમાં પહેલી વખત મેયર દ્વારા બોર્ડમાં અધિકારીઓને જવાબ આપવાનું કહ્યું હતું જાેકે દર વખત બોર્ડમાં મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ તરફ થી જવાબ આપતા હોય છે.

સરદાર પટેલ સ્ટેડિયમના નામ નો વિવાદ

આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં ડેપ્યુટી વિપક્ષ નેતા નીરવ બક્ષીએ સરદાર પટેલ સ્ટેડિયમના નામનો ઉલ્લેખ કરતા ભાજપના કોર્પોરેટર દ્વારા હોબાળો મચાવ્યો હતો. નીરવ બક્ષીએ કહ્યું કે ગુજરાતની ટિમને અભિનંદન આપતા પોસ્ટર લગાવ્યા હતા જે પોસ્ટર એસ્ટેટ વિભાગ દ્વારા હટાવી લેવામાં આવ્યા હતા અને સરદાર સાહેબના પોસ્ટરને ટ્રકમાં ભરીને કયયાક મૂકી દીધા છે. આવા અપમાન સરદાર પટેલ સાથે કરવામાં આવી રહયા છે તેવું નીરવ બક્ષીએ જણાવ્યું હતું.