ગોધરા : લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં વધુ બોગસ વીમા પોલીસી તેમજ સરકારી આવકને નુકસાનનું કૌભાંડ હજુ પણ ચાલી રહ્યું હોવાની આશંકાના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે મહીસાગર લુણાવાડા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં ચાર વાહનોના દસ્તાવેજમાં બોગસ ઇન્સ્યોરન્સ અને લેટ ફી બચાવવા સરકારી આવકને નુકસાન જણાઈ આવતા બોગસ વીમા પોલીસીનું વ્યાપક કૌભાંડ ચાલી રહ્યું હોવાની પ્રબળ આશંકાના પગલે સઘન કાયદેસરની તપાસની માંગ ઉઠી રહી છે.લુણાવાડા એઆરટીઓ કચેરીમાં એપ્લીકેશન નંબર ય્ત્ન૨૦૦૭૦૩૩૯૯૦૨૨૩૯, ય્ત્ન૨૦૦૮૨૫૬૫૨૯૦૮૭૦ અને અન્ય રાજ્યની સ્ૐ ૨૦૦૭૨૨૩૧૭૫૧૨૪૮, સ્ૐ૨૦૦૭૨૨૯૧૭૪૯૫૩૩ ના દસ્તાવેજ ચકાસણીમાં બોગસ ઇન્સ્યોરન્સ પોલીસીઓ હોવાનું ધ્યાને આવતાં જો કચેરીમાં પાસ થયેલા તમામ વાહનોના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવે તો વ્યાપક બોગસ દસ્તાવેજો મળી આવે તેમ છે ! આ અંગે કચેરીના અધિકારીઓ જ જાતે જ જણાવી રહ્યા છે કે એમાં ખોટું થયું છે પણ આ અંગે તેઓ કશું કરી શકે નહિ ડીલરની જવાબદારી છે.વાહનમાલિક અરજી કરી શકે કે વીમા કંપની તપાસ કરી કાર્યવાહી કરી શકે. પરંતુ બીજી તરફ કેટલાક ડીલરો તરફથી બોગસ દસ્તાવેજો અપલોડ કરવામાં આવે છે તો જવાબદાર અધિકારી દ્વારા શું તપાસ કરવામાં આવે છે તેવા લુણાવાડા એઆરટીઓ કચેરીના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. 

એઆરટીઓ-લુણાવાડાએ કહ્યું હતું કે આ ડીલરોની જવાબદારી છે તેઓને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સત્તા આપેલી છે. વાહન માલિક જો ખોટું થયું હોય તો અરજી કરી શકે છે. ઉપરોક્ત કેસ અંગે જે તે આરટીઓ કચેરીને જાણ કરવામાં આવશે.