અટગામથી ધોબીકુવાને જાેડતા માર્ગના કામમાં ગેરરીતિના આક્ષેપ
02, એપ્રીલ 2021

વલસાડ, વલસાડ તાલુકા ના અટગામ ગામ ના ચાર રસ્તા થી ઘોડાટેકરી ,અતુલફળિયા, નેવફળિયા થઈ ધોબીકુવા સુધી માર્ગ ને બન્ને બાજુએ થી પહોળા કરવાની થયેલી કામગીરી માં ભારે ગેરરીતિ થઈ હોવાની લોકબૂમ ઉઠી છે માર્ગ ને પહોળા કરવા માટે બન્ને બાજુ એ જેસીબી થી ખોદકામ કરી ખાડા ઓ માં હલકી કક્ષા ના નાના પથ્થર, કપચી સાથે પથ્થર ના પાવડર નાખી કામ થયા હોવાની લોક બુમ ઉઠી છે . સાવચેતી ના પગલાં રૂપે તેમજ પસાર થતા રાહદારીઓ ને જાણ માટે મુકવા માં આવતા સૂચના બોર્ડ પણ મુકાયા ન હતા માર્ગ ના કામ લેનાર એજેનસી ની વિગત થી લઇ માર્ગ ના કામ માં પાસ થયેલ ગ્રાન્ટની રકમ સાથે ની આવતી વિવિધ વિગતો બોર્ડ પર દર્શાવવું જાેઈએ પરંતુ કોન્ટ્રાકટરો સાથે સેટિંગડોટકોમ ની સ્કીમ હેઠળ એસી રૂમ માં જ બેસી ને ફરજ બજાવતા અધિકારીઓ ભાજપ સરકાર નીવિકાસ કામો બાબતે. રહેલ સાત્વિક નીતિ નો સરેઆમ છેદ ઉડાડી રહ્યા હોવાની લોકો માં બુમ ઉઠી છે. રસ્તા માં રહેલ ગરનાળા ના કામ થઈ રહ્યો હતો તે સમયે કોંક્રેટમશીન વાળા વાહન વચ્ચે જ ઉભી રાખી કામ કરતા હોવાને કારણે લોકો ને ભારે હેરાનગતિ વેઠવી પડી હતી રસ્તા માં કામ ચાલતો હોવાનો સૂચના બોર્ડ પણ મુકાયો ન હોવા થી લોકો અટવાઈ જતા હતા બન્ને બાજુ એ વાહનો ની કતાર લાગી જતી હતી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution