કાયદા સંસદના બદલે કોર્પોરેટ ઓફિસોમાં ઘડાતા હોવાનો આક્ષેપ
23, ડિસેમ્બર 2020

વડોદરા,તા.૨૨  

વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે યોજાયેલ પત્રકાર પરિષદમાં કેન્દ્રના ત્રણ કાળા કૃષિ કાયદાઓના વિરોધમાં અને ખેડૂત આંદોલનના સમર્થનમાં જણાવ્યું હતું કે આ કાયદો માત્ર ખેડૂતોને માટે નહિ, પરંતુ સામાન્ય માનવીઓ અને ગરીબો સૌને માટે પીડાદાયક છે. તેઓએ સનસનીખેજ આક્ષેપ કરતા ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારના શાસનમાં કાયદાઓ સંસદના બદલે કોર્પોરેટ હાઉસોમાં અને ઓફિસોમાં ઘડાય છે. હાલમાં કૃષિ કાયદાઓ ધ્વનિ મતથી રાજ્યસભામાં પસાર કર્યા એ પૂર્વે તો એના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયા હતા. ત્યારબાદ કાયદો લાવવામાં આવ્યો છે. એવો આક્ષેપ પણ કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ડો.જીતુભાઇ પટેલે કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે લાલબહાદુર શાસ્ત્રીએ આપેલ સૂત્ર”જય જવાન , જય કિશાન”ને બદલે મોદી શાસનમાં “મર જવાન,મર કિશાન “ની માનસિકતા થઇ ગઈ છે. તેઓએ દેશની કોંગ્રેસ દ્વારા ઉભી કરાયેલ તમામ નવરત્ન સહિતની કંપનીઓને એરપોર્ટ, રેલવે, બીએસએનએલ, હોસ્પિટલો જેવા સામાન્ય માનવીઓને માટે ઉપયોગી એકમોને ખાનગી કંપનીઓના હાથમાં પાણીના મુલે ધરી દીધા છે. એ એકમોને ખોટમાં ધકેલી દેવાને માટે સુવ્યવસ્થિત ષડયંત્ર રચાયાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ દ્વારા કિશાન આંદોલનમાં શહીદ થયેલા ૩૦ જેટલા કિશાનોને અંજલિનો કાર્યક્રમ પણ યોજાયો હતો. તેઓએ આ કાયદાઓને લઈને ખેડૂત નબળો પડશે, ગ્રાહકનું શોષણ થશે એમ જણાવીને હવે દેશની સત્તા પર જુલ્મી ગોરા અંગ્રેજાેને હાંકી કાઢયા પછીથી કાળા અંગ્રેજાે સત્તા પર આવ્યા છે. જેઓએ દેશવાસીઓને ગુલામીની ઝંઝીરમાં જકડી દીધા છે. આજ વડાપ્રધાન દ્વારા જેની તરફેણ તત્કાલીન મુખ્યમંત્રી વખતે કરાઈ હતી .તેઓ આજે એમએસપી રદ્દ કરવાનું કામ કરે છે. જાે કરારી ખેતી પર ઉદ્યોગગૃહો બેંકો પાસેથી લોન લઈને ભરપાઈ કરશે નહિ તો જમીનો ખેડૂતોની જશે,ઉદ્યોગપતિઓની નહિ . આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, શહેર ભાજપના પ્રમુખ પ્રશાંત પટેલ, પૂર્વ ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ, કરજણના કિરીટસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ અંજલિ કાર્યક્રમમાં જાેડાયા હતા.

કોંગ્રેસે ખેડૂતોનું દેવું માફ કર્યું, મોદીએ ઉદ્યોગપતિઓનું !

કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં ખેડૂતોનું અંદાજે રૂપિયા ૭૨,૦૦૦ કરોડનું દેવું માફ કર્યું હતું. જયારે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએની સરકારે ઉદ્યોગપતિઓનું અધધ રૂપિયા ૩.૧૬ લાખ કરોડનું દેવું માફ કર્યું છે. કોંગ્રેસે જે વિકાસ કર્યો હતો,એનો વિનાશ કરવા સિવાયનું કોઈ કામ વર્તમાન સરકારે કર્યું નથી.તેઓના રાજમાં એક પણ બંધ બન્યા નથી. આઝાદી પહેલા ગોરા અંગ્રેજાેનો ઝુલ્મ પ્રજા સહન કરતી હતી. હવે આ કાળા અંગ્રેજાેનો ઝુલ્મ પ્રજા સહન કરી રહી છે.

પોલીસે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખને માસ્ક મામલે રૂ.૧ હજારનો દંડ ફટકાર્યો

ખેડૂત આંદોલનના સમર્થનમાં અને ખેડૂત વિરોધ કાળા કાયદાના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવા આવી રહેલા પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો.જીતુભાઇ પટેલ માસ્ક વ્યવસ્થીત ન પહેર્યો હોવાના મુદ્દે પોલીસે ડો.જીતુભાઇ વિરૂધ્ધ દંડ વસુલાતની કામગીરી કરી રૂ.૧ હજારનો દંડ પોલીસે ફટકાર્યો હતો. જેના કારણે કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી.

જૂના ઉદ્યોગપતિઓ પીએ રાખતા, નવા પીએમ રાખે છે

કોંગ્રેસના અગ્રણીઓએ હળવો કટાક્ષ કરતા જણાવ્યું હતું કે પહેલાના વખતમાં જુના ઉદ્યોગપતિઓ પીએ રાખતા હતા. જ્યારે હાલના નવા મોટા ઉદ્યોગપતિઓ પીએમ રાખતા થયા છે. જેથી તેઓના ધાર્યા મુજબ કામ કરે. આને લઈને કાયદાઓ સંસદને બદલે ઉદ્યોગગૃહોના કોર્પોરેટ હાઉસમાં ઘડી શકાય.પાર્લામેન્ટમાં તો માત્ર વાંચવાની જ ઔપચારિકતા રહે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution