વલસાડ નવસારી જિલ્લા ના ચીખલી તાલુકા માં રૂમલા ગામે કાર્યરત વિજવિભાગ દ્વારા નડગધરી ગામ ના કેટલાક ગ્રાહકો ને આપવા માં આવેલ ઘર ના મીટર બીલો માં ભારે ગોબચારી થયા હોવાનો મામલો બહાર આવ્યો છે ગ્રાહકો ને આપવા માં આવતા બીલો માં લખવા માં આવેલ રકમ ના સરવાળા ની રકમ કરતા વધારે રકમ લખી ને બિલો પધરાવવા માં આવ્યા છે.રૂમલા વીજ વિભાગ ના બીલિંગ હેેેડ વિજયપારગી ની ભ્રષ્ટનીતિ ને કારણે વીજ વિભાગ ના ઉચ્ચ હોદ્દા પર રહેલ જવાબદાર નિષ્ઠાવાન અધિકારીઓ ને ગ્રાહકો બાન માં લઇ રહ્યા છે.

મળેલી વીગતો પ્રમાણે નડગધરી પટેલ ફળિયા ના વીજ ગ્રાહક મહાલા જશવંતભાઈ નાગજી ભાઈ ના બીલ માં એનર્જી ચાર્જ ૧૧૬૭ રૂપિયા અને ફ્યુલ ચાર્જ ૧૩૮ રૂપિયા બતાવવામાં આવેલ છે અને ફિક્સ ચાર્જ ૩૦ રૂપિયા બીલ માં લખેલ છે કુલ રકમ નો સરવાળો રૂપિયા ૧૩૩૫ થાય છે પરંતુ બીલિંગ હેડ વિજય પારગી ના ઈસારે બીલ માં ૧૯૮૩ રૂપિયા લખી ક્રેડિટ ના ૧.૭ રૂપિયા બાદ કરી ૧૯૮૨ રૂપિયા વસુલ કરવા માં આવ્યો હતો ગ્રાહકે વિજવિભાગ માં જઈ રજુવાત પણ કરી હતી પરંતુ વિજય પારગી એ તેનું એક પણ વાત ન માની બીલ ની રકમ ભરવા મજબુર કરી દીધો હતો આખરે ગ્રાહક મીટર કપાઈ જવાના બીકે મજબુર થઈ બીલ ની ભરપાઈ કરી હતી. આ બાબત ની રજુવાત ગ્રાહકે તેમના સરપંચ ને કરતા તેમણે પણ પોતા નું બીલ ની ચકાસણી કરી તો તેમના બીલ માં પણ કુલ રકમ ના સરવાળા થાય તેના કરતાં વધારે રકમ લખેલ હોવાની માહિતી સામે આવી હતી. નડગધરી પટેલ ફળિયા ના જ ડાહ્યાભાઈ સોનજી ભાઈ પટેલબ ના બીલ માં એનર્જી ચાર્જ ૧૦૦ અને ફ્યુલ ચાર્જ ૬૮ રૂપિયા ના સરવાળો કરતા ૧૬૮ રૂપિયા થાય છે પરંતુ બીલ ની રકમ ૨૦૬ રૂપિયા નુ લખી તેમાં ૨ . ૭૪ ઝ્રઇ ની રકમ ઘટાડી ૨૦૩ રૂપિયા નું બીલ પધરાવ્યું છે.