ઇસ્લામાબાદ- 

તૂર્કીને પાકિસ્તાનનો મિત્ર દેશ માનવામાં આવે છે. તેણે પણ પોતાને ત્યાં રહેતા ૪૦ પાકિસ્તાનીઓને કાઢી મૂક્યા. દેશવટો કરાતા આ પાકિસ્તાનીઓ ઇસ્લામાબાદ એરપોર્ટ પર રહેવા મજબૂર થયા છે.

પાકિસ્તાનના અગ્રણી અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ કેન્દ્રીય તપાસ એજન્સીએએ ૪૦ પાકિસ્તાનીઓના પ્રત્યાર્પણની પુષ્ટિ કરી છે. કહેવાય છે કે આ પાકિસ્તાનીઓ તૂર્કીના વિવિધ શહેરોમાં રહેતા હતા. ત્યાંથી તેમને પાછા ઇસ્લામાબાદ રવાના કરી દેવાયા છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા મુજબ એરપોર્ટ પર તૂર્કીથી મોકલાયેલા આ પાકિસ્તાનીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના માટે બંને દેશોના એનજીઓ (બિન સરકારી સંગઠનો)એ સમજૂતિ કરી છે. તેના થકી આ લોકોની મદદ કરવામાં આવી રહી છે. 

તૂર્કીએ ૧ એપ્રિલ ૨૦૧૯માં પણ ગેરકાયદે વસેલા ૪૭ પાકિસ્તાનીઓને કાઢી મૂક્યા હતા. તેમને એક ખાસ વિમાનમાં શારજાહના માર્ગે ઇસ્લામાબાદ લવાયા હતા. તે જ વર્ષે દેશમાં ગેરકાયદે પ્રવેશી રહેલા ૭ અન્ય પાકિસ્તાની નાગરિકોને પણ પકડી લેવાયા હતા. તેમને ટીકે-૭૧૦ ફ્લાઇટથી પાકિસ્તાન પાછા મોકલી દીધા હતા.