વડોદરા, તા.૨૫ 

શહેરના ફતેગંજ સ્થિત સોસાયટી ફોર ફિઝીકલ હેન્ડીકેપ સંસ્થાના પરિસરમાં સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સાંસદ અનુદાનમાંથી ત્રણ જરુરિયાતમંદ દિવ્યાંગોને બેટરી ઓપરેટેડ વહીલચેર ફાળવામાં આવી હતી. જયારે ૪ લાખના ખર્ચે બનાવવામાં આવેલ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સોસાયટી ફોર ફિસીકલી હેન્ડીકેપ સંસ્થાના પરિસરમાં સોસાયટી ફોર ફિસીકલી હેન્ડીકેપ્ડ સંસ્થાના પ્રમુખ કલ્પિતભાઈ બક્ષી, મંત્રી નરેન્દ્રભાઈ પટેલ, સહમંત્રી દિલીપભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સાંસદ અનુદાનમાંથી મોહનભાઈ પટેલ, સુધાબેન પી. શાહ તથા રીતેશભાઈ પટેલને બેટરી ઓપરેટડ વ્હીલચેર ફાળવવામાં આવી હતી. તથા સોસાયટી ફોર ફિસીકલી હેન્ડીકેપ્ડ સંસ્થાના પરિસરમાં ૪ લાખના સાંસદ અનુદાનમાંથી બનાવવામાં આવેલ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત સોસાયટી ફોર ફિસીકલી હેન્ડીકેપ્ડ સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.