વડોદરા

એમ.એસ.યુનિ.માં ટેબ્લેટની ફી ભરવા છતાં હજુ અનેક વિદ્યાર્થોઓને ટેબ્લેટ વિતરણ કરાયા નથી ત્યારે ટેબ્લેટ વિતરણ કરવામાં આવે અથવા તો રકમ પરત કરવાની માગ વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવી હતી. આઈસા ગ્રૂપ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, દર વરસે એફવાયના વિદ્યાર્થીઓને ૧૦૦૦ રૂપિયા જમા કરાવીને ટેબ્લેટ વિતરણ કરવામાં આવે છે. ૨૦૧૯-૨૦માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું તે વિદ્યાર્થીઓએ પણ યુનિ.ના ખાતામાં રૂા.૧૦૦૦ ભર્યા હતા. અનેક વિદ્યાર્થીઓ દોઢ વર્ષ પછી પણ ટેબ્લેટથી વંચિત રહ્યા છે. જેથી ટેબ્લેટથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને વહેલી તકે ટેબ્લેટ આપવામાં આવે અથવા તો દોઢ વર્ષથી યુનિ.ના ખાતામાં જમા થયેલ રૂપિયા વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે તેવી માગ કરી છે.